Gujarat Congress: લોકસભાની ચૂંટણી (Loksabha Election) પહેલા કોંગ્રેસમાંથી (Congress) કેટલાક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં (BJP) જતા રહ્યા છે. ત્યારે તેમની જગ્યાઓ ખાલી પડી છે. આ સાથે પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરના સંગઠનમાં ખાલી જગ્યાઓ પણ પડી છે. તેમજ આ ચૂંટણીમાં જે નેતાઓએ સારુ પ્રદર્શન કર્યુ છે તેમને શિરપાવ આપવ માટે પણ ફેરફાર જરુરી છે જેથી આગામી દિવસોમાં કોંગ્રેસ પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરાવામા આવશે તેવું કહેવામાં આવી રહ્યુ છે. હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાલ દિલ્હીમાં પહોંચ્યા છે. ત્યારે સંગઠનમાં ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામા આવે તેવુ કહેવામા આવી રહ્યુ છે.
ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ
હવો લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પણ સંગઠનમાં ફેરફાર કરવા જરુરી છે. જેથી આગામી દિવસોમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મુદ્દે નિર્ણય લેવામા આવી શકે છે તેવું સુત્રોનું કહેવું છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે સૌ પ્રથમ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરવામા આવશે. જે બાદ જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરવામા આવશે.
હવે શક્તિસિંહ નવી ટીમ બનાવશે
ઉલ્લેખનીય છે કે, શક્તિસિંહ ગોહિલે લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જાહેર કરાયેલી ટીમ દ્વારા લડી હતી. જો કે લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના મોટા નેતાઓ અર્જૂન મોઢવાડિયા , સી. જે ચાવડા, અમરીશ ડેર સહિતના નેતાઓએ કોંગ્રેસનો સાથે છોડી દીધો છે. આ નેતાઓ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં મહત્વનું પદ ધરાવતા હતા હવે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસમાં આ પદ ખાલી પડ્યા છે ત્યારે આ સ્થાન ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરનારાઓને આપવામા આવશે તેવું કહેવામા આવી રહ્યુ છે આ નવી ટીમની ટૂંક સમયમાં જાહેરાત કરવામા આવશે.