Gujarat Congress : રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’,ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત

July 13, 2024

Gujarat Congress:  રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને ગુજરાતમાં કોંગ્રેસ (Congress) ‘ન્યાય યાત્રા’ (Nyay Yatra)કાઢશે. આ  અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (MLA Jignesh Mevani) મહત્વની જાહેરાત કરી છે.  જેમાં જણાવ્યું છે કે,  પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રા ઓગસ્ટ મહિનામાં મોરબીથી (Morbi) સુરત (Surat) સુધી યોજાશે અહી ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ન્યાયયાત્રાની શરૂઆત થશે.

ગુજરાત કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’

ગુજરાત કોંગ્રેસ  દ્વારા  1 થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે.મોરબીથી રાજકોટ, રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા અને વડોદરાથી સુરત શુભ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રામાં દેશ પરના નેતાઓ રહેશે હાજર,વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ તેમાં સામેલ થશે.  આમ અગ્નિકાંડ, મોરબીકાંડ, હકણીકાંડ અને તક્ષશિલાના પીડિતો સાથે રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢશે.

જીગ્નેશ મેવાણીએ શું કહ્યું ?

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે પીડિત પરિવારોનો ઉપહાસ કર્યો છે. દોઢ મહિના દરમિયાન રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી. અને સંસદમાં આ મુદ્દાને ઉઠાવવાનું અને ન્યાય અપાવવાનું કહ્યું ત્યારે દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોસ થવાની છે. એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી.

રાજ્યની સરકાર પીડિતોને મુદ્દે ગંભીર નથી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પીડિતોને ન્યાય આપવા માંગતા નથી. એટલા માટે કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે, આવનારા ટુંક સમયમાં મોટા ભાગે 1 ઓગસ્ટથી મોરબીથી શરુ કરીને એક ન્યાયયાત્રાનો પ્રારંભ કરીશુ.

આ પણ વાંચો :  Maharashtra : યુટ્યુબર ધ્રુવ રાઠી વિરુદ્ધ FIR નોંધાઈ, શું છે સમગ્ર મામલો?

Read More

Trending Video