ભલે કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા ખૂબ જ ઓછી છે,તો પણ અમે પુરજોશમાં વિરોધ કરશું : ઇમરાન ખેડાવાલાનો હુંકાર

February 19, 2025

Gujarat Congress: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Budget session of Gujarat Assembly) આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે બજેટ સત્ર શરુ થાય તે પહેલા જ કોંગ્રેસે (Congress) દેખાવો શરુ કર્યા છે. કોંગ્રેસ નેતાઓએ USથી ડીપોર્ટ કરાયેલા ગુજરાતીઓ મામલે હાથકડી પહેરી વિરોધ કર્યો હતો.ત્યારે બજેટ સત્ર શરુ થવાના પ્રથમ દિવસે વિધાનસભા પરીસરમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ હાથકડી પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયું હતુ જેમાં જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓએ હાથકડી પહેરી વિરોધને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.

અમિત ચાવડાએ આ મુદ્દે શું કહ્યું

અમિત ચાવડાએ કહ્યું કે, ડબલ એન્જિનની સરકાર છે. દેશના વડાપ્રધાન વિશ્વ ગુરુ બનવાના બણગા ફૂંકે છે. અમેરિકાએ ભારતના લોકો સાથે આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે. આતંકવાદીઓની જેમ હાથમાં,પગમાં હથ કડી પેરાવીને મોકલ્યા છે. પ્લેનમાં ભોજનની વ્યવસ્થા નહોતી, વોશરૂમની વ્યવસ્થા નહોતી. વડાપ્રધાને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમમાં કરી પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો છે.

જિગ્નેશ મેવાણીએ મુદ્દે શું કહ્યું

ગુજરાતનો બેરોજગાર યુવાન શિક્ષણ અને રોજગાર માટે અમેરિકામાં ગયો,અમેરિકાની સરકારે ડિપોર્ટેશન કરતી વખતે હાથમાં હાથક્ડીઓ પહેરાવી. નરેન્દ્ર મોદી ટ્રમ્પને થોડા દિવસ પહેલા મળ્યા ત્યારે તેમણે આ મુદ્દાને લઈને પોતાનું સ્ટેન્ડ લીધું નહી. ગુજરાતનું આ અપમાન છે,ભારતીયનું અપમાન થયું છે.

ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે શું કહ્યું ?

અમેરિકન સરકારે જે રીતે ભારતીય અને ગુજરાતીઓના લોકોના હાથમાં હાથકડી પહેરાવી છે , તેને લઈને અમે હાથકડી પહેરીને વિરોધ કરી રહ્યા છીએ.ગુજરાતમાં બહેન દીકરીઓને પણ સુરક્ષા નથી, ત્યારે ભલે કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા ખૂબ જ ઓછી છે, તો પણ અમે આનો પુરજોશમાં વિરોધ કરશું.

આ પણ વાંચો ડાંગર કૌભાંડ મુદ્દે વિધાનસભાના ગેટ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન, ખેડૂતોએ હાર્દિક પટેલ હાય હાયના નારા લગાવ્યા

Read More

Trending Video