Gujarat Congress: આણંદ (Anand) ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રભારી મુકુલ વાસનીક (Mukul Wasnik) પણ હાજર રહ્યા હતા.આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાના પ્રમુખ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા (Amit Chavda) હાજર રહ્યા હતા.
મુકુલ વાસનીકે સરકાર પર પ્રહાર કર્યા
મુકુલ વાસનીકે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, વડોદરામાં અતિવૃષ્ટીમાં સરકારે જે જવાબદારી નિભાવી નથી તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેને લઈને જનઆક્રોશ રેલી યોજવામા આવી હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. જાણકારી મુજબ આ વરસાદને કારણે 17 લોકોના મોત થયા હતા પરંતુ સરકારે માત્ર 12 લોકોના પરિવારને રાહત આપવામાં આવી. અને તે પણ માત્ર 4 લાખ રકમ આપવામા આવી છે. ત્યારે મૃતક પરિવારને કમસેકમ 25 લાખ અને નાના વેપારીઓને તેમના થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા અમે માંગ કરી છે . તેમજ નાના મોટા વેપારીઓને નુકસાનને વળતર આપવામા આવે. કેમકે આ કુદરતી આપત્તી ન હતી . સરકારને અગાઉથી ખબર હતી કે ભારે વરસાદ થશે પણ ગુજરાત સરકાર તેનાથી થતી આપત્તિને રોકવામાં નિષ્ફળ રહી.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ તેમની સફળતાના આપેલ રિપોર્ટ અંગે પણ મુકુલ વાસનીકે નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં 5 વર્ષ ના 40% બાળકો પોષક આહારથી વંચિત રહ્યા છે. બીજી વાત તે કે, 65 ટકા ગર્ભવતી માતાઓમાં લોહીની કમી છે. જો મુખ્યમંત્રી પોતાના કામનો ઢંઢોરો પીટવા માંગે છે તો તેમને ગુજરાતની આ નરી વાસ્તવિકતા જોવી જોઈએ. વધુમાં તેમણે રોજગીરી મુદ્દે પણ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
મોદી અને ભાજપથી ભારતને ખતરો : મુકુલ વાસનીક
વધુમાં તેમણે કોંગ્રેસ પોતાના સંગઠનને મજબુત બનાવવા માટે જે તૈયારીઓ કરી રહ્યું છે તેના વિશે પણ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, લોકસભાની ચૂંટણીમાં અમુક સીટોથી ભાજપ જીતી પરંતુ તે કમજોર સરકાર છે. મોદી અને ભાજપથી ભારતને ખતરો છે. ભાજપ અને નરેન્દ્ર્ મોદી સંવિધાનને પ્રત્યે પોતાનું સમર્પણ બતાવે છે પરંતુ તેમની આને આરએસએસની વિચારધારા ભારતના સંવિધાનની વિરુદ્ધ છે. ભાજપ પાર્ટી સામાજિક ધ્રુવી કરણમાં વિશ્વાસ રાખે છે.
શક્તિ સિંહ ગોહિલે ભૂપેન્દ્ર સરકારના ત્રણ વર્ષ પુરા થવા પર શું કહ્યું ?
શક્તિ સિંહ ગોહિલે પણ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, આ સરકારને આદત છે પહેલા આફત આવવા દેવાની અને ત્યારબાદ તેમાંથી અવસર શોધવાનો. આ સાથે તેમણે જણાવ્યું કે સરકારને ખબર પડી કે અમે રેલી કાઢવાના છીએ સરકારે તાત્કાલિક સહાય જાહેર કરી અને તે પણ અપૂરતી જાહેર કરી. વર્ષ પૂરું થાય એટલે સરકારને સિદ્ધિઓ દર્શાવવાની આદત છે પરંતુ ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આજે પણ મુશ્કેલીમાં છે. વધુમા તેમણે ભાજપના જ લોકોનો વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. આ સાથે વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ અંગે સરકારે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું. કચ્છના લખતર તાલુકામાં 18 લોકોના મૃત્યુ થયા પરંતુ સરકારએ કોઈ કામગીરી ન કરી હોવાનું જણાવ્યું હતું સરકારને લોકોની કોઈ ચિંતા ન હોવાનું જણાવ્યું હતું.
અમિત ચાવડાએ મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા હોવાનું જણાવ્યું
અમિત ચાવડાએ પણ આ કાર્યક્રમમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને ગુજરાતને અતિવૃષ્ટિથી ઘણુ નુકસાન થયું હોવા છતા સરકારે કોઈ સહાય ન કરી હોવાનું જણાવ્ચું હતું. મુખ્યમંત્રી 3 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે 3 વર્ષ માં રાજ્યમાં દારૂ, જુગાર અને નકલી સામાનની બદી વધી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ ત્રણ વર્ષમાં સૌથી વધુ જમીનના કૌભાંડ થયા ત્યારે ચારે બાજુ ખનન કૌભાંડ શિક્ષણ કૌભાંડ અને માફિયાઓ બેફામ, આ બધાની સામે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી નિષ્ફળ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Surat: સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં! ડેન્ગ્યુના કારણે મહિલા તબીબના મોત બાદ મોટો ખુલાસો!