Gujarat Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે વડોદરામાં સરકાર પર કર્યા આકરા પ્રહાર, ગૃહ રાજ્યમંત્રીનો આક્રમક જવાબ

September 12, 2024

Gujarat Congress : વડોદરામાં પડેલા ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં પૂરના પાણી ભરાવાથી લોકોના ઘર અને વેપાર ધંધાને ભારે નુકસાન થયું હતું. ત્યારે આ પૂર વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર દબાણ અને સ્થાનિક તંત્રના ભ્રષ્ટાચારને લીધે આવ્યું હોય તેવું લોકો કહી રહયા છે. ત્યારે લોકોની નુકસાનની ભરપાઈ અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ના વિરોધમાં કોંગ્રેસે (Gujarat Congress) આજે વડોદરામાં જનઆક્રોશ રેલી કાઢી રહી છે. જેમાં પૂર પીડિત લોકોને સાથે રાખીને કોંગ્રેસ કલેક્ટરને આવેદન પત્ર આપશે.આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પ્રભારી મુકુલ વાસનિક જોડાયા છે. મુકુલ વાસનિકે ગુજરાતના વિવિધ મુદ્દાઓ ઉપર પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સુરત પથ્થરમારા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

મુકુલ વાસનિકે વડોદરામાં પૂર વિશે શું નિવેદન આપ્યું ?

વડોદરામાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જગતના તાત ખેડૂતને હજારો એકર ખેતીમાં ભારે નુકસાન થયુ છે. રાજ્યમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ પરિસસ્તિથીમાં સરકારે લોકો માટે કામ કરવું જોઈએ તે નથી કર્યું. પિડિતોને રાહત અને તેમના પુન વસન માટે સરકારે યોગ્ય ધ્યાન ન આપ્યુ. ગુજરાત સરકારે આ સ્થિતિમાં લોકો સાથે યુધ્ધની સ્થિતિ માં રહેવાની જરૂર હતી,જે સરકારે ન કર્યુ. વડોદરામાં કોંગ્રેસ આજે પૂરની સ્થિતિની સમીક્ષા કરી જિલ્લા તંત્ર સામે વાત રાખશે,. વડોદરામાં આજે પણ પાણી ભરાયેલું છે. સરકારે વિકાસના કામમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પણ માત્ર એક જ વરસાદમાં ધાોવાય ગયા. કોંગ્રેસની સરકારે જે કામ કર્યા હતા એ આજે પણ મજબુત છે. ભાજપ ભ્રષ્ટાચારમાં એટલું ડૂબેલું છે કે લોકોના પ્રશ્નો તરફ તેઓ ધ્યાન આપતા નથી.

ગણેશ પંડાલ પર પથ્થર મારા વિશે શું કહ્યું ?

ભાજપનુ રાજકારણ નફરત ફેલાવવાનું છે.અમને લાગે છે કે આ ભાજપનુ જ કાવતરું છે. ગુજરાતના એક નેતા છાતીના આકાર અંગે આખી દુનિયાને સામે ઢંઢેરો પીટે છે, તે એવું સમજે છે કે દરેક સમસ્યાનો હલ તે નિકાળી શકે છે.આટલા મોટા નેતા હોવા છતાં ગુજરાતમાં આવી કોઇ ઘટના બને છે તો તેના માટે કોણ જવાબદાર ? ભાજપ જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે આવા ગતકડાં અપનાવે છે. તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બને છે. કોંગ્રેસ આવી વાત કરનારા લોકોની સખત નિંદા કરે છે. લોકોએ એકબીજા સાથે સમાજમાં ભાઈચારો બની રહે તેવા પ્રયાસો કરવા જોઈએ.

હર્ષ સંઘવીએ મુકુલ વાસનિકને આક્રમક જવાબ આપ્યા

સુરતમાં પથ્થરમારા મુદ્દે કોંગ્રેસ (Gujarat Congress) પ્રભારી મુકુલ વાસનિકે આજે સરકાર પર આકાર પ્રહાર કર્યા હતા. જે બાદ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગણેશજી અમારી આસ્થાનું કેન્દ્ર છે. અને આ પ્રકારની ઘટના પર રાજનીતિ કરવાની શું જરૂર છે. મુકુલ વાસનિકના નિવેદનથી કોંગ્રેસની માનસિકતા છાતી થાય છે. તમે તે સમયે પહોંચેલા એ પોલીસના અધિકારીઓને જેણે પથ્થરો ખાધા એને બિરદાવી શકતા નથી પરંતુ તમે તેના પર રાજનીતિ તો ના કરો.

આ પણ વાંચોVadodara Flood : સરકારે વડોદરામાં પૂર પીડિતો માટે રાહત પેકેજ જાહેર કર્યું, કોંગ્રેસે કહ્યું, “હકનું જોઈએ છે ભીખ નથી જોઈતી”

Read More

Trending Video