Gujarat Congress : રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. દરરોજ ક્રાઈમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈ જગ્યાએ ગુંડા તત્વો જાહેરમાં તલવાર લહેરાવી જનતામાં ડરનો માહોલ ફેલાવી રહ્યા છે. ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. ઘણી જગ્યાએ ભાજપના જ નેતાઓ જુગાર રમતા પકડાયા છે. અને દરરોજ મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ સામે આવી રહી છે. અસામાજિક તત્વોમાં પોલીસનો અને કાયદાનો કોઈ ડર નો હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ આવીને આવી ઘટનાઓ બનતી રહશે તો, ગુજરાતને યુપી અને બિહાર બનતા વાર નહિ લાગે. ત્યારે રાજ્યમાં કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોના આતંક અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Congress)ના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશી (Manish Doshi)એ ભાજપ (BJP) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપને સણસણતા સવાલ
મનીષ દોશીએ આજે મુખ્યમંત્રીના વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ તલવાર લહેરાવી આતંક મચાવ્યો તેને લઈને કહ્યું કે અસામાજિક તત્વો બેકાબુ બની રહ્યા છે. સામાન્ય નાગરિકોમાં ડરનો માહોલ છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં દરરોજ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. અને સરકાર મૌન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ ચૂંટણી જીતવા અસામાજિક તત્વોનો ઉપયોગ કરે છે. એટલે લાગી રહ્યું છે કે સરકાર અસામાજિક તત્વોને છુટ્ટોદોર આપી દીધો છે. મુખ્યમંત્રી આપની પાસે ગૃહવિભાગ છે, જાહેરાતોમાં મક્કમ દેખાવાની ખૂબ વાતો થાય છે, પણ અસામાજિક તત્વો-ગુંડાગીરી કરનારા તત્વો પર ક્યારે મક્કમ પગલા ભરશો ? મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં અસામાજિક તત્વોનો આતંકએ પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતા પુરવાર થાય છે. મુખ્યમંત્રીનું ગૃહવિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ છે. તેવા પણ આરોપ લગાવ્યા હતા.
Ahmedabad : મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં જ લુખ્ખા તત્વોને કોણે કર્યા સક્રિય? #manishdoshi #congressvsbjp #bjpparty #viralvideos #bhupendrapatel #nirbhaynews pic.twitter.com/Gk8sYdfvIO
— Nirbhaynews (@nirbhaynews1) September 30, 2024
ગુજરાતમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા (Law And Order)ની સ્થિતિ કથળી રહી છે. દરરોજ બનતી ક્રાઈમની ઘટનાઓથી સામાન્ય જનતામાં ડરનો માહોલ વધી રહ્યો છે. જેના કારણે ક્યારેક જનતા તો ક્યારેક વિરોધ પક્ષ આ મામલે અવાજ ઉઠાવે છે. પરંતુ સરકાર આ પ્રકારના અસામાજિક તત્વો સામે કંઈ જ કાર્યવાહી કરતી નથી. અને માત્ર વિકાસ અને કાયદા વ્યવસ્થાની મોટી મોટી વાતો કરતી રહે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, શું સરકાર આ પ્રકારના બેફામ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવી શકશે ખરી ?
આ પણ વાંચો : Somnath Demolition : સોમનાથના મેગા ડિમોલિશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર, આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે