Gujarat Congress : અમદાવાદમાં ( Ahmedabad) ગત 2 જુલાઈએ કોંગ્રેસ કાર્યાલય (Congress office) બહાર પથ્થરમારાની (stone pelting) ઘટના બની હતી.કોંગ્રેસના (Congress) 26 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી પાંચ કાર્યકરોની ( Congress workers) પોલીસ ધરપકડ કરી છે, જ્યારે 21 કાર્યકરો ફરાર છે. જો કે 21 ફરાર કાર્યકરો અંગે રાહુલ ગાંધી (Rahul Gandhi) કે પ્રદેશના નેતાઓએ નોંધ લીધી નથી ત્યારે આ કાર્યકરોમાંથી એક કોંગ્રેસ કાર્યકર્તા અને આરોપી નંબર 6 મેહુલ રાજપૂત ( Mehul Rajput) દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ (Ahmedabad City Congress President) અને પ્રદેશ કોંગ્રેસની (State Congress) નેતાગીરી સામે હૈયા વરાળ ઠાલવી હતી.
કોંગ્રેસના ફરાર કાર્યકરનો વીડિયો વાઈરલ
કોંગ્રેસ કાર્યકર મેહુલ રાજપૂતે ગઈ કાલે એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો જેમાં તેને પોતાનો બળાપો કાઢ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે, પથ્થરમારાની ઘટનાને સાત દિવસ વીતી ગયા છે. આજે કોંગ્રેસના 5 કાર્યકરો જેલમાં છે, જ્યારે બાકીના 21 છુપાતા ફરી રહ્યા છે. એક અઠવાડિયું થયું ત્યારે મારી કાર્યકર્તા તરીકે મારી ઉપર શહેર સમિતિ કે પ્રદેશ કાર્યાલયથી એક પણ ફોન નેતા કે પ્રમુખનો નથી આવ્યો. કોઈ અમારી નોંધ નથી લીધી કે ખબર અંતર નથી લીધી. વધુમાં તેમણે કહ્યુ કે, મારી પર હમણાં પહેલો ફોન અગાઉ કોંગ્રેસમાં હતા, તેવા ધર્મેન્દ્ર પટેલ, ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખ અને જયેશ મુધવાનો ફોન આવ્યો હતો. આ લોકોએ મારી અને મારા પરિવારની કેર લીધી છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાંથી એક પણ ફોન આવ્યો નથી. કોંગ્રેસના નેતાઓના એક ફોનથી અમારે વિરોધ કરવા, ધરણાં કરવા આવતા હોય તો તમારી પણ ફરજ આવે છે કે, અમારા હાલ ચાલ પૂછવાની ફરજ છે.
કાર્યકરે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે હૈયા વરાળ હાલવી
વધુમાં તેમણે કહ્યુ કે, નાનામાં નાના કાર્યકરોની અવગણના ના કરવામાં આવે. આજે મને ખોટું લાગ્યુ ત્યારે મેં વીડિયો બનાવ્યો છે. અમે અમારા દમ પર લડી રહ્યા છીએ. અમે ડરતા નથી, અમે ભાગતા ફરીએ છીએ. આ વાત સમજવાની છે કે કોણ અમારી સાથે છે. અમારી સાથે કોણ છે. શહેર સમિતિના એક મેસેજનો પ્રોગ્રામમાં પહોંચી છીએ, તો અમારી જવાબદારી કોણ લેશે. શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ તથા અમરાઈવાડી વિધાનસભામાં નેતાઓ બની બેઠા છે, તેમને મારે પ્રશ્ન છે કે અમારી કોની પર વિશ્વાસ કરવો.
મોટા નેતાઓને આડેહાથ લીધા
વધુમાં તેમણે મોટા નેતાઓ પ્રહાર કરતા કહ્યુ કે, મોટા નેતાઓ જે રાજનીતિ કરે છે, તે બંધ કરી દો. અમે ગાંડા નથી. અમને બધી ખબર પડે છે. અમે દલાલ નથી, કોઈની દલાલી નથી કરતા, કોંગ્રેસ અમારી મા છે. મા માટે અમે પથ્થરમારો કર્યો હતો.તમે કાર્યકરોને ના સાચવી શકો તો હોદ્દેદારી મૂકી દો.તમારા બીજા કામ હોય તો કેવી રીતે સેટિંગ પાડી લે છે. બધા બીવડવાની વાતો કરી છે.
કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ
મહત્વનું છે કે, કોંગ્રેસી નેતાનો આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસમાં સામાન્ય કાર્યકર્તાઓની શું સ્થિતિ છે તે અંગે જાણી શકાય છે. નાના કાર્યકરો જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમની કોઈ નોંઘ લેવાતી નથી અને મોટા નેતાઓ નાના કાર્યકરોને આગળ કરીને પોતે બચી જાય છે અને આ કાર્યકરોની શું સ્થિતિ છે તે જાણવાની પણ તસ્દી લેતા નથી જેથી સામાન્ય કર્યકરો પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે. આ રોષના કારણે જ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાતા હોય છે. કોંગ્રેસ પોતાને મજબુત બનાવવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ નાના કાર્યકર્તાઓની અવગણના કરીને કોંગ્રેસ પોતાને કેવી રીતે મજબુત બનાવી શકે ? કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરે છે પરંતુ કોંગ્રેસને એક વખત પોતાની અંદર શું ખામી છે જેના કારણે કાર્યકરો પક્ષ છોડીને જાય છે તે પણ જોવું રહ્યું… કોંગ્રેસી કાર્યકરના આ વીડિયો બાદ હવે આગામી સમયમાં કોંગ્રેસમાં ભડકો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી