Gujarat Co-Operative Banks : રાજ્યની સહકારી બેંકોના વ્યવહારો ઠપ્પ, ગ્રાહકો પોતાના જ નાણાં ઉપાડવા પડી રહી છે મુશ્કેલી

July 31, 2024

Gujarat Co-Operative Banks : 21 મી સદી આમ તો ટેક્નોલોજીનો યુગ છે. દરેક બેંક વ્યવહારોથી લઈને બધું જ અત્યારે ડિજિટલાઇઝ થઇ રહ્યું છે. પરંતુ જયારે કોઈ બેન્ક અને મોટી સંસ્થાઓ પર સાઇબર એટેક થાય તો શું કરવાનું તેનો રસ્તો શું સરકારે કાઢ્યો છે ખરો ? કારણ કે ગરીબોના પૈસા જેમાં અટવાયેલા છે તે બેંકોના વ્યવહાર ઠપ્પ થયા તો તે લોકો શું કરશે ? આવું જ કંઇક અત્યારે ગુજરાતમાં સહકારી બેન્ક (Gujarat Co-Operative Banks)ના ગ્રાહકો ભોગવી રહ્યા છે. ગુજરાતની સહકારી બેન્ક (Gujarat Co-Operative Banks) પર સાઇબર અટેકે થયો છે તેવું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ કહી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતની સહકારી બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વ્યવહારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી. પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, રોજમદાર સહિતના બેંક ખાતેદારોના સમગ્ર ડિજિટલ વ્યવહારો જેવા કે એનઈએફટી, આરજીટીએસ, યુપીઆઈ, ફોન પે, ગુગલ પે, પેટીએમ જેવી દરેક સર્વિસ છેલ્લા 72 કલાકથી બંધ થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ હેકર્સ દ્વારા મોટો સાઇબર એટેક કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બેંકોમાં સામાન્ય કરતાં ત્રણ ગણા વધુ કિંમતે સાયબર સુરક્ષા માટે સોફ્ટવેર સિસ્ટમ અને સર્વરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સોફ્ટવેર કંપનીના પેટા કોન્ટ્રાક્ટ બેંક સાથે સંકળાયેલા મોટા માથાઓના કુટુંબીજનો ચલાવી રહ્યા હોય તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેનો ખુલાસો પણ સત્તાધીશોએ કરવો જોઈએ, જવાબદારોને દંડવા જોઈએ. જેથી ગ્રાહકોનો વિશ્વાસ અકબંધ રહે. ગ્રાહકો બેંકોમાં આ બાબતે ફરિયાદ કરે છે તો કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ઉપરોક્ત બાબત ખૂબ જ ગંભીર હોવાથી ભારત સરકારના નાણા વિભાગે અને રિઝર્વ બેંકે પણ પગલા લેવા જરૂરી બની ગયા છે.

આ પણ વાંચોRajkot AAP : રાજકોટમાં AAP દ્વારા ભાજપના કૌભાંડી નેતાઓનો વિરોધ, પોલીસ કમિશનર કચેરીએ આપ્યું આવેદન પત્ર

Read More

Trending Video