Gujarat માં કૃષિ રાહત પેકેજ પર મુખ્યમંત્રીની જાહેરાત, ટૂંક સમયમાં જ જાહેર થશે રાહત પેકેજ

November 2, 2025

Gujarat : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન ગયું છે. અને તેના જ કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ ખેડૂતો સરકાર સામે સહાયની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર કૃષિ રાહત પેકેજ ક્યારે જાહેર કરશે તેની રાહ જોવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સર્વે સહિતની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી. આ સાથે જ હવે આજે તેમણે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. અને આ પોસ્ટમાં તેમણે ટૂંક સમયમાં જ કૃષિ રાહત પેકેજની ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે. ત્યારે જોવાનું રહ્યું કે રાહત પેકેજ તો જાહેર કરી દેશે પણ દરેક ખેડૂત સુધી સહાય પહોંચશે કે નહિ.

આ પણ વાંચોMexico : મેક્સિકોમાં સુપરમાર્કેટમાં ભીષણ આગ, અનેક બાળકો સહિત 23 લોકોના મોત

Read More

Trending Video