Gujarat BJP: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ, સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની

January 30, 2025

Gujarat BJP: ગુજરાતમાં જુનાગઢ મહાનગર પાલિકા ( Junagadh Municipal Corporation) અને 66 નગર પાલિકાઓની ચૂંટણી (66 Municipal Corporations) યોજાવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે.ગઈ કાલે મોડી રાત સુધી ઉમેદવાર ફાઈનલ કરવા માટે ચર્ચાઓ ચાલી હતી. આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવશે. હવે લાગી રહ્યુ છે કે, શહેર- જિલ્લા પ્રમુખોની પસંદગી કરવી જેમ ભાજપ માટે અઘરી બની છે તેમ પાલિકા- પંચાયત માટે પણ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની છે.

સમક્ષ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની

હાલ ભાજપની ટિકીટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જાણકારી મુજબ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની કુલ મળીને 2187 બેઠકો માટે ભાજપમાં આઠ હજારથી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એવું પણ જાણવા મળી રહ્યુ છે કે, રાજકીય નેતાઓની વગ આધારે ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ભાજપે યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું મન બનાવી લીધું છે.તેમજ ભાજપ નો રિપીટ થિયરી પણ લાગુ કરી શકે છે. પાર્ટી જે ઉમેદવારોની પસંદગી કરશે તેને ફોર્મ ભરવા માટે મેસેજ મોકલી જાણ કરવામાં આવશે.

ડેમેજ કંટ્રોલ કરવા માટે સિનિયર નેતાઓને કામે લગાડશે

હાલ ભાજપમાં આંતરિક જુથવાદ જોવા મળી રહ્યો છે.જેના કારણે ભાજપે શહેર- જિલ્લા પ્રમુખોની પસંદગી કરવાનું ટાળ્યું છે ત્યારે પાલિકા- પંચાયત માટે ઉમેદવારાની જાહેરાત થતા આ જુથવાદ વધુ વકરી શકે છે. જેથી ભાજપે અત્યારથી જ ડેમેજ કંટ્રોલ કરવા માટે સિનિયર નેતાઓને કામે લગાડવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : Martyrs’ Day 2025:આજે સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે, રાજ્ય સરકારે આપી છે આ ખાસ સુચના

Read More

Trending Video