Gujarat : રાજ્ય સરકારના અનેક ખાતાઓમાં ભ્ર્ષ્ટાચારે માઝા મૂકી છે. સૌથી વધુ ભ્ર્ષ્ટાચાર (Corruption) શહેરી વિકાસ મહેસુલ અને ગૃહ વિભાગ (Home Department)ના અધિકારીઓ કરી રહ્યા છે. હવે સરકારની છબી સુધારવા માટે અને ભ્રષ્ટ બાબુઓને (Corrupt Officers) ઘર ભેગા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે.
ગાંધીનગર-સુરત જમીન કૌભાંડ હોય કે પછી રાજકોટનું TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ભ્રષ્ટ tpo હોય આ તમામ ભ્ર્ષ્ટાચારીઓના કારણે હાલમાં ભાજપની શાખ બગડી છે. ત્યારે હવે આવા ભ્ર્ષ્ટાચારીઓને હવે સાફ કરવા માટે ભુપેન્દ્ર દાદાએ ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે. જેમાં દાદા પાસે ભ્રષ્ટ અધિકારીઓનું એક આખું લિસ્ટ પહોંચ્યું છે. અને તે લિસ્ટ પ્રમાણે દાદા એકબાદ એક ભ્રષ્ટ બાબુઓને ઘરભેગા કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓપરેશન ગંગાજળ દરમિયાન હજુ પણ 100 જેટલી સરકારી નોકરીઓને ફરજિયાત નિવૃતિ આપવમાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, આ અભિયાન આગામી બે મહિના સુધી ચાલુ રહેશે. ઓપરેશન ગંગાજળ હેઠળ અત્યાર સુધીમાં 11 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં 5 અધિકારીઓ વર્ગ 1 ના છે અને 6 અધિકારીઓ વર્ગ 2 ના છે. સી. એમો દ્વારા લગભગ 100 અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમ ગૃહ વિભાગ, મહેસૂલ, પંચાયત, શહરી વિકાસ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારી બોર્ડમાં કોર્પોરેશન, નગરપાલિકા અને નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે.
અહિયાં એક એવી પણ વાત છે કે મોટા પ્રમાણમાં જો ભ્ર્ષ્ટાચાર થતો હોય તો તેમા રાજનેતાઓની મિલીભગત વગર શક્ય નથી. તેમ ક્યાંકને કયાંક રાજનેતાઓ સામેલ જ હોય છે. અને એટલે જ મોટા અધિકારીઓ ભ્ર્ષ્ટાચાર કરવામાં જરા પણ ખચકાતા નથી. હવે જો ભાજપ સરકારને પોતાની છબી સુધારવા અધિકારીઓને ઘરભેગા કરવા બેઠી હોય તો અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા છે. પરતું અહિંયા સવાલ એ છે કે શું માત્ર આધિકારીઓ જ ભ્ર્ષ્ટાચારી હોય છે. આ ભષ્ટ્ર અધિકારીઓની પાછળ કોઈને કોઈ નેતાઓના પણ હાથ હોય છે તો શું દાદા તેમની છબી સુધારવા માટે આ નેતાઓ સામે કોઈ પગલા લેશે ખરી? કારણ કે આતો થોડા દિવસ ચાલશે અને અધિકારીઓ પર તબાહી લાવી એવું દેખાડવામાં આવશે કે અમે ભષ્ટ્રાચાર સામે પગલાં લીધા ભષ્ટ્ર અધિકારોને ઘરભેગા કર્યા પરતું એ ભ્રષ્ટ નેતાઓનું શું જેમના કારણે ભ્ર્ષ્ટાચાર ફેલાય છે અને અધિકારીઓ બેખોફ ભ્રષ્ટચાર કરે છે?
અત્યાર સુધીમાં દાદા એ જે અધિકારીઓ સામે પગલાં લીધા છે. તેમની જો વાત કરી એ તો તાજેતરમાં સુરતમાં ડુમસમાં 2000 કરોડનું જમીન કૌભાંડ માં વલસાડના કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા , એ પહેલા ગાંધીનગરના ભતપૂર્વ કલેકટર એસ. કે લંગાના અબજોના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી. રાજ્યના નર્મદા અને સહકાર વિભાગના બે અધકારીને ફરજિયાત નિવૃત કરીને શરૂઆત કરી હતી. એ પછી ગઈ અઠવાડિયે આ દિશામાં મહત્વનું પગલું ભરીને છ અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા. રાજ્ય સરકારે પહેલા ભ્ર્ષ્ટાચારમાં સંડોવાયેલા ત્રણ ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા બાદ ત્રણ પોલીસ ઇન્સ્પેકટરને પણ ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા હતા. 5 જુલાઈએ રાજ્યના નાણાં વિભાગના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડીપીનેતા અને એન. એસ ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત કરી દીધા હતા. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ઉચ્ચયધીકારી એસ. જે પંડયાને પણ તાત્કાલિક અસરથી રાજીનામું અપાવડાવીને વહેલા નિવૃત કરી દેવામાં આવ્યા. રાજ્યના પોલીસ વડા ધ્વારા એફ.એમ કુરેશી, ડીડી ચાવડા આને આર.આર.બંસલ આ ત્રણ પીઆઈને પણ ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે.
દાદના આ નિર્ણયને જોઈને ચોક્કસથી એવું લાગે કે હવે સરકારે કડક અને આકરા પગલાં ભરવાનું ચાલુ કર્યું છે પરતું અહિયાં સવાલ હવે એ ઊભા થાય છે કે કેમ TRP ગેમઝોનમાં જે ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવ્યા છે. અને જે અધિકારીઓ ગેમઝોનમાં જેમ રમવા ગયા હતા. અને તેમના ફોટા વાયરલ થયેલા છે તે અધિકારીઓ સામે કેમ હજી કોઈ પગલાં ભરવાં નથી આવ્યા કે નથી તે અધિકારીઓને હજી સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો ભૂપેન્દ્રદાદા આ તમારી કેવી નીતિ આ અધિકારીઓને કેમ બચાવવામાં આવે છે? શું તમને ડર છે કે જો આ અધિકારીઓની સામે કાર્યવાહી થશે તો તમારા જ નેતાઓનો ભોગ લેવાઈ જશે. ત્યારે હવે દાદા હવે મોડા મોડા જાગ્યા તો છે અને ભષ્ટ્ર અધિકારીઓને ઘરભેગા કરવાનું કામ પણ કરી રહ્યા છે ત્યારે હવે જે ભષ્ટ્રા રાજનેતા છે તેમની સામે દાદા કોઈ કાર્યવાહી કરશે ખરી ?
આ પણ વાંચો : Gir Somnath : ગીર સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને લઈને રાજકારણ ગરમાયુ, ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ