ગુજરાત ATS અને હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન,બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત

March 3, 2025

Gujarat ATS Operation: ગુજરાત ATS ને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. જેમાં હરિયાણામાં ગુજરાત ATS અને હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને હરિયાણા STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતાં 19 વર્ષના આતંકી અબ્દુલ રહેમાનને ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યુ છે કે, આ આતંકી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદનો રહેવાસી છે. તે વિવિધ પ્રકારની આતંકી ક્રિયાઓમાં સંલગ્ન હતો અને એક સામાજિક મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો. આ આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાત ATS અને હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસને ઉત્તર પ્રદેશથી માહિતી મળી હતી કે બે શંકાસ્પદ વ્યક્તિઓ હેન્ડ ગ્રેનેડ લઈને ત્યાં પહોંચવાના છે. આ માહિતીના આધારે, હરિયાણા એસટીએફના સહયોગથી રવિવારે મોડી રાત્રે (2 માર્ચ) એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં, બંને શંકાસ્પદોની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ અને તપાસ ચાલુ

હરિયાણા એસટીએફએ આ મામલે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. ગુજરાત ATSના અધિકારીઓ તપાસ માટે હરિયાણા જઈ શકે છે.તપાસમાં ઘણા મોટા ખુલાસા થવાની અપેક્ષા છે

શું આ બંને સાથે બીજું કોઈ સંડોવાયું હતું?

હેન્ડ ગ્રેનેડનો આ સ્ટોક ક્યાંથી આવ્યો અને તેનો હેતુ શું હતો?આ આતંકવાદીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા છે?

ડિજિટલ પુરાવાઓની તપાસ

હાલમાં, બંને આતંકવાદીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત, તેમના ફોન, લેપટોપ અને અન્ય ઉપકરણોમાંથી મેળવેલા ડેટાને સ્કેન કરીને તેમના કાવતરા અને નેટવર્કને શોધી કાઢવામાં આવી રહ્યું છે.

તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

ગુજરાત ATS એ તાજેતરના મહિનાઓમાં ઘણી સફળ કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહીને આતંકવાદ સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે.વધુ તપાસમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી શકે છે, જે આતંકવાદીઓના નેટવર્કને તોડવામાં મદદરૂપ સાબિત થશે.આ કામગીરીની સફળતા એ સ્પષ્ટ કરે છે કે ATS અને STF ની સતર્કતા અને ગુપ્તચર વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ કેસમાં આગળ કયા મોટા ખુલાસા થાય છે તે જોવા માટે આપણે રાહ જોવી પડશે.

આ પણ વાંચો : Gram Panchayat Elections 2025: ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી

Read More

Trending Video