Video : ‘હર ઘર તિરંગા’ની આડમાં એપ ઈન્સ્ટોલ કરાવી અને પછી…. જુઓ શું કહ્યું ATS અધિકારીઓએ

ATSએ મિલિટરી ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે કાર્યવાહી કરી છે

October 20, 2023

ગુજરાત ATS એ આણંદના તારાપુરથી પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી છે. આ જાસુસ ભારતની અગત્યની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસે 53 વર્ષના લાભશંકર મહેશ્વરી નામના એજન્ટની ધરપકડ કરી છે. આરોપી “હર ઘર તિરંગા”ની આડમાં એપ ઈન્સ્ટોલ કરાવતો હતો. અને પાકિસ્તાની એજન્સીને OTP પાસ કરતો હતો , આરોપી ભારતીય વોટ્સએપ નંબર મેળવવામાં મદદ કરતો. પાકિસ્તાની એજન્સીને આ જાસુસ કરતો હોવાનું સામે આવ્યુ છે.

  • પત્નીના વિઝા માટે પાકિસ્તાન જવા એપ્લિકેશન કરેલી હતી બાદમાં 2022માં પાકિસ્તાન ગયો
  • ભારતીય નંબર થી વોટ્સએપ પાકિસ્તાનમાં વાપરવામાં આવતું
  • કારગીલ એરબેઝ પર જવાનનો ફોનના ડેટા ચોરી રિમોટ એક્સેસ મેળવી માલવેર મોકલી થયેલો
  • આર્મી પબ્લિક સ્કુલમાંથી રીસેપ્શનિસ્ટ બોલતો હોવાનું કહી ડિટેઇલ મેળવતો
  • અન્ય કોના ફોન ઇફેકટ કર્યા છે ?, નાણાંકીય વ્યવહાર કર્યા છે ? અન્ય કોની સાથે સંપર્કમાં હતો ?તે અંગે તપાસ ગુજરાત ATS તપાસ કરશે
  • સીમકાડ મોહમ્મદ સકલૈન ઉમર થઈન ના નામે જામનગર થી ખરીદી કરવામાં આવેલું બાદમાં લાભશંકર મહેશ્વરીએ બહેન થકી પાકિસ્તાન મોકલેલુ
  • લાભશંકરે મોકલેલુ સીમકાડ અઝગર આઝીઝ મોદી નામના શખ્સ ના મોબાઈલમાં સૌ પ્રથમ ચાલુ કરવામાં આવેલું
Read More

Trending Video