ગુજરાત ATS ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ્યમાંથી પાકિસ્તાની જાસુસ ઝડપાયો છે. ATS એ આણંદના તારાપુરથી આ પાકિસ્તાની જાસુસની ઘરમાંથી ધરપકડ કરી છે. આ જાસુસ ભારતની અગત્યની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો.
ATS એ એક આરોપીની ધરપકડ કરી
ગુજરાત ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. જેની તપાસમાં આરોપી પાકિસ્તાની જાસૂસ હોવાનુ સામે આવ્યું છે. ATSએ મિલિટરી ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે 53 વર્ષના લાભશંકર મહેશ્વરી નામના એજન્ટની ધરપકડ કરી છે. આ આરોપી “હર ઘર તિરંગા”ની આડમાં એપ ઈન્સ્ટોલ કરાવતો હતો. અને પાકિસ્તાની એજન્સીને OTP પાસ કરતો હતો , આરોપી ભારતીય વોટ્સએપ નંબર મેળવવામાં મદદ કરતો. પાકિસ્તાની એજન્સીને આ જાસુસ કરતો હોવાનું સામે આવ્યુ છે.
તપાસમાં થયો ખુલાસો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે જુલાઈમાં MI અધિકારીઓએ એક પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) દ્વારા ચલાવવામાં આવી રહેલી નાપાક કામગીરી શોધી કાઢી હતી. જેમાં એક વોટ્સએપ નંબર દ્વારા, સુરક્ષા દળોના જવાનોના એન્ડ્રોઈડ મોબાઈલ હેન્ડસેટ સાથે ચેડા કરવા માટે 15 ઓગસ્ટ પહેલા તેમના મોબાઇલમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ના નામે એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અને આ એપ્લિકેશન પર રાષ્ટ્રધ્વજ સાથે તેમના વોર્ડનો ફોટો અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
ATS એ તપાસ હાથ દરી
આ આરોપી ભારતમાં રહીને પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. હાલ પોલીસે આ શખ્સના સંપર્કમાં રહેલા અન્ય શખ્સોની પણ શોધખોળ એટીએસ દ્વારા હાથ ધરવામા આવી છે. આ મામલે ATS ની તપાસમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.