Gujarat Assembly by-election: ગુજરાતમાં લોકસભાની (loksabha Election) સાથે સાથે 4 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી ( Assembly by-election) પણ યોજાઈ હતી. ગત 4 જુનના રોજ પેટા ચૂંટણીના પરિણામ પણ જાહેર કરવામા આવ્યા હતા જેમાં પાંચેય બેઠકો પર ભાજપની (BJP) ભવ્ય જીત થઈ હતી. ત્યારે આવતીકાલે 11 વાગ્યે પાંચેય ધારાસભ્યો શપથ લેશે. જેમાં પોરબંદર (Porbandar), વિજાપુર (Vijapur), માણાવદર (Manavdar), ખંભાત (Khambhat) અને વાઘોડિયાના ( Waghodia) ધારાસભ્યો શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (shankar chaudhary) આ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.
મંત્રીપદ માટે રાહ જોવી પડશે
ગુજરાતમાં પરિણામ બાદ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ પણ ચાલી રહી હતી ત્યારે જાણવા મળી રહ્યુ છે કે, હાલ મંત્રીમંડળના વિસ્તરણ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જાણકારી મુજબ શપથ બાદ પણ મંત્રીપદ માટે રાહ જોવી પડશે.
પોરબંદર
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) 1,16,808 મતોથી જીત મેળવી હતી. અર્જુન મોઢવાડિયાને સૌથી વધું 1,33,163 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત 16,355 મત મળ્યાં હતા.
વિજાપુર
વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો ( C. J. Chavda) 56,228 મતોથી વિજય થયો હતો .ભાજપના સીજે ચાવડાને 1,00,641 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 44,413 મત મળ્યા હતા.
વાઘોડિયા
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો (Dharmendra Singh Vaghela) 82,108 મતોથી વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45.338 મત મળ્યાં હતા.
માણાવદર
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો (Arvind Ladani) 31,016 મતોથી વિજય થયો હતો.અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 51,001 મત મળ્યા હતા.
ખંભાત
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો (Chirag Patel) 38,328 મતોથી વિજય થયો હતો. ચિરાગ પટેલને 88,457 મત મળ્યા હતા જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં હતા.
આ પણ વાંચો : Ganesh Gondal Case : દલિત સંમેલન પહેલા રાજુ સોલંકી પહોંચ્યા ગોંડલ, દલિત સમાજના લોકોને કરી આ અપીલ