Gujarat Assembly: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મામલે ભાજપના ધારાસભ્યનો ચૈતર વસાવાને સણસણતો જવાબ, કહ્યું – પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ નથી થઈ

February 25, 2025

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે હોબાળો મચાવવા માટે આદિવાસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવા બાબતે કોંગ્રેસ-આપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ત્યારે ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવતા ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ મુદે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે ભાજપના ધારાસભ્યએ ચૈતર વસાવાને આપ્યો જવાબ

નરેશ પટેલે જણાવ્યું કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ નથી થઈ. વિદ્યાર્થીઓને આજની તારીખે પણ શિષ્યવૃતિ અપાય છે. ચૈતર વસાવાએ જે પ્રશ્ન કર્યો છે તેનો મંત્રીએ યોગ્ય જવાબ આપ્યો છે. પરંતુ મંત્રીના જવાબથી ચૈતર વસાવાને સંતોષ નથી . આવક મર્યાદા જોયા વગર શિષ્યવૃતિ આપવામાં આવે છે.

મેનેજમેન્ટ ક્વોટામાં કેન્દ્ર સરકાર દ્વારા  કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી

વધુમાં તેમણે કહ્યું કે, મેનેજમેન્ટ કોટામાં સંસ્થા પોતાની રીતે એડમિશન આપે છે તેમાં શિષ્યવૃતિ આપવામાં આવતી નથી. ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ અનેક ફિલ્ડ અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાં સરકારના સહયોગ વિના શક્ય નથી. સરકારી કોટામાં કોઈપણ વિદ્યાર્થીને અન્યાય થયો નથી મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે. આદિવાસી દીકરીને ફ્રી શિપ કાર્ડ દ્વારા ભણવા માટે પૈસા આપવામાં આવે છે આમ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, મેનેજમેન્ટ ક્વોટામાં કેન્દ્ર સરકાર દ્વારા હાલ કોઈ પરિપત્ર કરવામાં આવ્યો છે તેની પર સરકાર વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો :  Gujarat Assembly : વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો, ચૈતર વસાવા સહિત આદિવાસી ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ

Read More

Trending Video