Gujarat : માધુપુરા સટ્ટાકાંડના આરોપી દિપક ઠક્કરની ધરપકડ, ગુજરાત પોલીસને મોટી સફળતા

September 1, 2024

Gujarat : ગુજરાતમાં ઘણા એવા સટ્ટાકિંગ છે જેના નામ પોલીસની વોન્ટેડ લિસ્ટમાં છે. એવું જ એક નામ એટલે દિપક ઠક્કર. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં દુબઈના બુકી દિપક ઠક્કરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના SP નિર્લિપ્ત રાયે જાતે દુબઇ જઈને આ બુકી દિપક ઠક્કરને ઝડપી પડ્યો છે. અને તેની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો છે. આરોપીને ભારત પરત લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કે.ટી.કામરીયા અને પીઆઈ આર.જી.ખાંટ પણ દુબઈ ગયા હતા. આ કેસમાં પહેલા જ PI તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Read More

Trending Video