Gujarat : રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર ટેક્સમાં 5 ટકાની છૂટ, વાહન 4.0 પોર્ટલ પર EVની નોંધણી કરાવી શકાશે

April 18, 2025

Gujarat : ગુજરાતમાં હાલ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. અને ઘણી કંપનીઓ હવે ઘણા નવા રંગરૂપ સાથે ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. તેની જ સાથે છેલ્લા કેટલા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ખુબ વધારો થયો છે. અને તેના કારણે જ હવે રાજ્ય સરકારે EVને પ્રોત્સાહન આપવા માટે 5 ટકા જેટલા ટેક્સની છૂટ આપી છે. આગામી 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ સાથે જ હવે નાગરિકો પોતાના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે. વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમનાં વાહનોની નોંધણી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. અને જેને હવે લાગુ કરવામાં આવી છે. પહેલા 6 ટકા લેખે ટેક્સ લાગતો હતો જે ઘટાડીને હવે 1 ટકા થઇ ગયો છે. જેને પગલે હવેથી ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે.

Read More

Trending Video