GSSSB Forest Guard: ગુજરાતમાં ગૌણ સેવા ભરતી બોર્ડ (Gujarat Subordinate Service Selection Board) દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ભરતી (Forest Recruitment) બાબત તથા વર્તમાન પરીક્ષા પધ્ધતિ CBRT નાં કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે. આ પરીક્ષા પદ્ધતિમાં અનેક છબરડા સામે આવતા વિદ્યાર્થીઓ આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ રજુઆત બાદ ગૌણ સેવા પસંદની મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) ઉમેદવારના હિતમાં એક મોટી જાહેરાત કરી છે.
ગૌણ સેવાના અધ્યક્ષે કરી જાહેરાત
આ મામલે બે દિવસ પહેલા વિદ્યાર્થીઓએ યુવરાજસિંહ સાથે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પહોંચ્યા હતા અને રજુઆત કરી હતી ત્યારે આ રજુઆત બાદ ગૌણ સેવા પસંદની મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારના હિતમાં એક મોટી જાહેરાત કરી છે.
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણવવામાં આવ્યું છે કે, ફોરેસ્ટગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇસડમાર્ક્સ જોઇ શકે તેવી લિંક તા. 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. 823 ઉમેદવારોની પસંદગી કરવા 8 ગણાની PFT બાદ તરતોતરત 40ગણા સુધીની PFT કરી શકાય. વિલંબ થયો છે,પણ ધૈર્ય અને સંયમ રાખવા વિનંતી છે.
પ્રિય ઉમેદવાર મિત્રો
ફોરેસ્ટગાર્ડનીપરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇસડમાર્ક્સ જોઇ શકે તેવી લિંક તા. 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. 823 ઉમેદવારોની પસંદગી કરવા 8ગણાની PFT બાદ તરતોતરત 40ગણા સુધીની PFT કરી શકાય. વિલંબ થયો છે,પણ ધૈર્ય અને સંયમ રાખવા વિનંતી છે.— HASMUKH PATEL (@HHPATELGSSSB) August 1, 2024
ઉમેદવારોની શું હતી માંગ ?
ઉલ્લેખનીય છે કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની 823 જગ્યા માટે યોજાયેલી પરીક્ષાની કે જે CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજાઇ હતી. જો કે ભરતીમાં CBRT પદ્ધતિમાં પણ અનેક છબરડા સામે આવ્યા છે. જેથી ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાયનો આરોપ યુવરાજસિંહ દ્વારા લગાવાવમાં આવ્યો હતો. આ સાથે બીજો તે પણ પ્રશ્ન છે કે, એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે.પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.તે પણ આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ તેવી માંગ કરવામા આવી હતી.
શું આ વિવાદનો અંત આવશે ?
ત્યારે હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ફોરેસ્ટગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇસડમાર્ક્સ જોઇ શકે તેવી લિંક તા. 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.ત્યારે હવે આ વિવાદનો અંત લાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ શું આ વિવાદનો અંત આવે છે કે નહીં તે જોવું રહ્યું…