GSSSB Forest Guard Result 2024: ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board)દ્વારા ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) અને 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કર્યા બાદ આજે ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ (Normalized marks) જાહેર કરાયા છે. જો કે, આમાં ઉમેદવારો ફોરેસ્ટ ભરતીમાં વન રક્ષક પરીક્ષાનાં વ્યક્તિગત માર્કસ જોઈ શકે છે.ગૌણ સેવાએ વ્યક્તિગત અને તે પણ ફક્ત નોરમોલાઈઝ માર્કસ જાહેર કર્યા છે. રો માર્કસ(ઓરીજનલ)માર્ક જાહેર કરવામા આવ્યા નથી. ત્યારે ઉમેદવારોનું કહેવું છે કે, ગૌણસેવાએ કશું ચોરી નહિ કરી તો કેમ છુપાવે છે. ?
ગૌણ સેવા પસંદગી મંડળે ફોરેસ્ટ ગાર્ડના નોરમોલાઈઝ માર્ક જાહેર કર્યા
ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા લેવામા આવેલ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં અનેક મોટા છબરડા સામે આવ્યા હતા.આ પરીક્ષા જે CBRT પદ્ધતિથી લેવામાં આવી હતી તેના કારણે આ તમામ છબરડા થયા હતા. જેના કારણે ઉમેદવારોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો અને ઉમેદાવારો આ મામલે ગાંધીનગરમા ધામા નાખ્યા હતા. અને ઉમેદવારોએ માંગ કરી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનાં માર્કસ પ્રસિદ્ધ કરવામા આવે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોનો રોષ શાંત કરવા માટે 8 ગણા ઉમેદવારોને બદલે 25 ગણા ઉમેદવારની યાદી બીજી યાદી જાહેર કરી હતી અને સાથે જ નવું કટ-ઓફ લિસ્ટ પણ જાહેર કર્યું હતું. ત્યારબાદ આજે ઉમેદવારોના માર્કસ જાહેર કરવામાં આવ્યા છે. જો કે તેમાં ફક્ત વ્યક્તિગત અને તે પણ ફક્ત નોરમોલાઈઝ માર્કસ જાહેર કરવામા આવ્યા છે. પરંતુ રો માર્કસ(ઓરીજનલ)માર્ક જાહેર કરવામા આવ્યા નથી. જેના કારણે ઉમેદવારો હજુ પણ રોષમાં છે ઉમેદવારોનું કહેવું છે કે, જો ગૌણસેવા એ કશું ચોરી નથી કર્યું તો તેઓ વિગતો કેમ છુપાવે છે ?
ઓરીજનલ માર્કસ ન જાહેર કરાતા ઉમેદવારોમાં રોષ
ઉમેદવારોની માંગ હતી કે, દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. ત્યારે ઉમેદવારોના આંદોલન બાદ ગૌણ સેવાએ નોરમોલાઈઝ માર્કસ તો જાહેર કરી દીધા પરંતુ નોરમોલાઈઝ પહેલાના માર્કસજાહેર કર્યા નથી. આ માર્ક વ્યક્તિગત જાહેર કરવામા આવ્યા છે જેથી તમામ ઉમેદવારના રો માર્કસ અને નોર્મોલાઇઝ માર્કસ PDF સ્વરૂપેઅને શિફ્ટ પ્રમાણે જાહેર કરવામા આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ISIS Terrorist Arrested:સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસની મોટી સફળતા, મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ