GSSSB Forest Guard Result 2024: ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board)દ્વારા ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) અને 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કર્યા બાદ આજે ઉમેદવારો માટે નોરમોલાઈઝ માર્કસ (Normalized marks) જાહેર કરાયા છે. જો કે, આમાં ઉમેદવારો ફોરેસ્ટ ભરતીમાં વન રક્ષક પરીક્ષાનાં વ્યક્તિગત માર્કસ જોઈ શકે છે.ગૌણ સેવાએ વ્યક્તિગત અને તે પણ ફક્ત નોરમોલાઈઝ માર્કસ જાહેર કર્યા છે. રો માર્કસ(ઓરીજનલ)માર્ક જાહેર કરવામા આવ્યા નથી. ત્યારે નોરમોલાઈઝ માર્ક્સ જાહેર થયા બાદ આપ (AAP) નેતા પ્રવિણ રામની (Pravin Ram) પ્રતિક્રિયા સામે આવી છે.
નોરમોલાઈઝ માર્ક્સ જાહેર થયા બાદ આપ નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા
આમ આદમી પાર્ટચીના પ્રદેશ ફંટલ અધ્યક્ષ પ્રવીણ રામે કહ્યુંકે, આંદોનમાં જે પ્રમાણે માંગણી કરવામા આવીતે મુજબ સરકારે માર્ક જાહેર કર્યા નથી. સરકારે વિદ્યાર્થી માત્ર પોતાના માર્ક જોઈ શકે તે પ્રમાણે માર્ક જાહેર કર્યા છે. ઉમેદવારોની માંગણી હતી કે, ઉમેદવારો પોતાની સાથે અન્ય તમામ ઉમેદારોના માર્કસ જોઈ શકે તેવી માંગણી હતી. અને નાર્મલાઈઝેશન પહેલા અને પછીના બંન્ને માર્કસ જાહેર કરવામા આવે. પરંતુ સરકારે તેવું ન કરીને વિદ્યાર્થી માત્ર પોતાના માર્કસ જોઈ શકે તેવું કર્યું છે ત્યારે મને તે નથી સમજાતુ કે, દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે તમામના માર્કસ જાહેર કરવામા સરકારને વાંધો શુ છે.આ પર્સનલ મેટર થોડી છે કે, જેને જાહેર કરવાથી કોઈને નુકસા થઈ શકે. આતો દરેક વ્યક્તિને અધિકારઠે કે તેના પ્રતિસ્પર્ધીને કેટલા માર્કસ આવ્યા છે તે જાણી શકે. સરકાર હજુ પણ આ ઘટના છુપાવી રહી છે તેનો મતલબ તે છે કે, દાળમાં કંઈક કાળું છે. એટલે આ આંદોલન કંઈ રીતે આગળ વધશે તેની ઉમેદવારો સાથે ચર્ચા કર્યા બાદ આંદોલનની રણનિતી જાહેર થશે.