GSSSB Exam : છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા (Gaunseva ) દ્વારા CCE, ફોરેસ્ટ, સર્વેયર, એકાઉન્ટ એન્ડ સબ ઓડિટર. અને મહાનગરપાલિકા ની અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી,પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓ માં અનેક છબરડા સામે આવ્યા છે. આ કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ પરીક્ષા પદ્ધતિને રદ કરવા માટે ઉમેદવારો વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ સાથે ગાંધીનગરમાં ગૌણસેવા પસંદગી મંડળ ઓફિસે પહોંચ્યા હતા. ઉમેદવારો CBRT પદ્ધતિ રદ કરો, વિદ્યાર્થીને ન્યાય આપોના નારા લગાવ્યા હતા.ગૌણસેવા સચિવની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા માંથી CBRT પદ્ધતિ બંધ કરવાની માંગ કરી હતી.
સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ બંધ કરવા ઉમેદવારો મેદાનમાં
ઉમેદવારોની માંગ છે કે, વર્તમાન પરીક્ષા પધ્ધતિ CBRT નાં કારણે વિદ્યાર્થીઓને કારણે અન્યાય થયો છે. CBRT પદ્ધતિ ને કારણે ખૂબ છબરડા સામે આવ્યા છે. તેનું સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવાનાં અધિકારી અને એજન્સી નાં માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થ નો અનર્થ થઈ જાય છે.
પરીક્ષામાં તુલનાત્મક માપદંડો જળવાતા નથી
બીજી મુશ્કેલીએ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે.પછી નોરમોલાઈઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોરમોલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.તે પણ આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ.
આ પણ વાંચો : Ambaji માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી , લુખ્ખા તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ