GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા લેવામા આવતી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં (Forest Beat Guard exam) મોટો છબરડો સામે આવ્યો છે. ગૌણ સેવા દ્વારા પ્રોવિઝનલ આન્સર કી (Provisional Answer Key) જાહેર કરવામા આવી હતી. ત્યાર બાદ વાંધા અરજીઓ મુકવામા આવી હતી. વાંધા અરજીઓ બાદ ફાઈનલ આન્સર કરી રીલીઝ કરવામા આવી ત્યારે પણ ઘણા બધા પ્રશ્નોનાના ભૂલ ભર્યા જવાબ હોવા છતા સુધાર્યા નથી જેને લઈને ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (Yuvraj Singh Jadeja) ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને રજુઆત કરવા માટે ગયા હતા.
ફોરેસ્ટ બીટ ગાર્ડની આન્સર કીમાં થયેલા છબરડા અંગે રજૂઆત
યુવરાજસિંહે જણાવ્યુ કે, હું ઉમેદવારો તેમજ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની સાથે ઉમેદવારોના પ્રશ્નોની રુઆત કરવા માટે આવ્યા છીએ. આ અંગે હસમુખ પટેલની સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામા આવી છે.અમે તમામ પુરાવાઓ સાથે રજુઆત કરી છે. હસમુખ પટેલે આવતી 27 તારીખ સુધીમાં ફાઈનલ આન્સર કરી રીલીઝ કરવામા આવશે.
#ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા માં આ પ્રકારના ક્યાં ક્યાં પ્રશ્નો છે જેમાં #ભૂલ કે વિસંગતાઓ લાગી રહી છે ??#GSSSB#FOREST pic.twitter.com/mgYY454XFD
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 8, 2024
યુવરાજસિંહે કરી આ માંગ
વધુમાં યુવરાજસિંહે કહ્યુ કે, આ કામ જે તે એજન્સીને સોંપવામા આવ્યુ છે તે એજન્સી ગૌણ સેવા સાથે સહયોગ નથી કરતી.તેના કારણે આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ફોરેસ્ટ વિભાગની મંત્રી મુળુભાઈ બેરાને મળવા માટે અમે જઈ રહ્યા છીએ અને તમામ રજુઆત તેમને પણ કરીશું. વધુમાં યુવરાજસિંહે ફોરેસ્ટની પરીક્ષા ઓનલાઈન લેવાને બદલે પહેલાની જેમ ઓફલાઈન લેવામા આવે તેવી પણ માંગ કરી હતી.
#ફોરેસ્ટ_બીટ_ગાર્ડ પરીક્ષાની #Revised Final Answer key (#FAK) ગૌણસેવા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બાબતે કોઈ #અસમંજસતા કે #વિસંગત્તા હોઈ તો ધ્યાન દોરજો,
જેથી નિરાકરણ માટે સહ્યારો પ્રાયસ કરી શકાય.#વનરક્ષક#FOREST#Bit_Guard#હસમુખ_પટેલ— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 8, 2024
હસમુખ પટેલની ઉમેદવાર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઉમેદવાર ગૌણ સેવાના સચિવ સાથે આ મુદ્દે રજુઆત કરે છે ત્યારે હસમુખ પટેલ પણ સ્વીકારી કર્યા છે કે, પ્રશ્નોના જવાબમાં છબરડો થયો છે અને તેમને મેં પણ આ અંગે કહ્યું હતુ કે, પરંતુ તે મારી વાત સાંભળતા નથી. ઉપરથી મારી ઉપર જલ્દી આન્સર કી જાહેર કરવા માટે દબાણ કરે છે. પરંતુ હુ નથી કરતો કેમકે મને ખબર છે આમાં ભુલો છે. આમ એજન્સી તેમનું નહી સાંભળતા હોવાનું કહી હસમુખ પટેલે કહ્યુ કે, તમે મને આ અંગેલ લેખીતમા રજુઆત કરો જેથી હુ તેમને આ અંગે કહી શકું.
એજન્સીની ભુલની સજા ઉમેદવારો કેમ ભોગવે ?
ત્યારે સવાલ તે થાય છે કે, વારંવાર એજન્સીઓને કહેવા છતા એજન્સીઓ ગૌણ સેવા પસંદગી મંડળનું સાંભળતી નથા તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી ? એજન્સીની ભુલની સજા ઉમેદવારો કેમ ભોગવે ?
આ પણ વાંચો : બહારનું ખાનારા સાવધાન! Vadodara ની જાણીતી હોટલના સૂપમાંથી નીકળી ગરોળી, લોકોએ મનેજરનો લીધો ઉધડો