સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSC દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 માટેની ઓક્ટોબર માસમાં કઈ કઈ પરીક્ષાઓ યોજાશે તે માટેનું GPSC ભરતી કલેન્ડર બહાર પાડવામા આવ્યું છે. GPSC દ્વારા વર્ષ 2023માં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે ભરતી આવવાની છે તે માટે ભરતી કલેન્ડર બહાર પાડવમા આવ્યું છે. જેમાં સૌથી વધુ મદદનીષ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 ની કુલ 30 જગ્યાઓ માટે ભરતી યોજાશે.
ઓક્ટોબરમાં આ પદ માટે ભરતીઓ યોજાશે
- નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ -2 ( નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પર વિભાગ )
- નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-2 (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત )
- ભાષાંતર\ સંશોધન મદદનીષ વર્ગ-3
- મદદનીષ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (નર્મદા,જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પર વિભાગ )
- વહીવટી અધિકારી\ મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2
- ટાઉન પ્લાનર, વર્ગ-1 (GMC)
- નાયબ કાર્યપાલ ઈજનેર (સિવિલ), વર્ગ-2
જગ્યાની માહિતી
- નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ -2 માટેની 5 જગ્યાઓ માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 17- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-2 કુલ 6 જગ્યાઓ માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 17- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- ભાષાંતર કાર\ સંશોધન મદદનીષ વર્ગ-3 ની કુલ 3 જગ્યાઓ માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 24- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- મદદનીષ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 ની કુલ 30 જગ્યાઓ માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 24- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- વહીવટી અધિકારી\ મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2 કુલ 6 જગ્યાઓ માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 31- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- ટાઉન પ્લાનર, વર્ગ-1 ની 1 જગ્યા માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 31- 12-2023 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.
- નાયબ કાર્યપાલ ઈજનેર , વર્ગ-2 ની કુલ 3 જગ્યા માટે 15 ઓક્ટોબરથી જાહેરાત બહાર પાડવામા આવશે અને 7- 01-2024 સુધી પ્રિલીમ પરીક્ષા યોજાઈ શકે છે.