GPSC Exam postponed : ભારે વરસાદની આગાહીને પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

August 27, 2024

GPSC Exam postponed : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહીને પગલે આજે રાજ્યમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં વરસાદની સ્થિતિ અને આગાહીને જોતા GPSC દ્વારા DYSO ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

DYSO/નાયબ મામલતદારની વર્ગ-3 મુખ્ય પરીક્ષા મોકૂફ

નાયબ મામલતદાર અને નાયબ સેકસન અધિકારી વર્ગ 3ની લેખિત પરીક્ષા 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનાર હતી પરંતુ ભારે વરસાદના કારણે પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ સાથે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવવામા આવ્યું છે. ભારે વરસાદની સ્થિતિને જોતા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં યુવાનોને મુશ્કેલી ન પડે તે બાબતોને ધ્યાનમાં રખીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Read More

Trending Video