પાટણ (Patan) જિલ્લાના સંડેર ખાતે ખોડલધામ (Khodaldham) સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (UP Governor Anandiben Patel) ઉપસ્થિત રહ્યાં હતા. આનંદીબેન પટેલે આ કાર્યક્રમ દરમિયાન હાર્ટએટેકના (Heart Attack) વધી રહેલા કેસોને લઈને મહત્વનું નિવેદન આપ્યું અને સાથે જ મંચ પરથી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને (Rishikesh Patel) હોમવર્ક પણ આપ્યું. સાથે તેમણે કોરોનાના કારણે હાર્ટએટેકના કેસો નહી વધ્યા હોવાની પણ સ્પષ્ટતા કરી છે.
Rushikesh Patel ને આપ્યું હોમવર્ક
ઉત્તરપ્રદેશના (UP) રાજ્યપાલ (Governor) અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (Gujarat Former CM) આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દેશભરમાં કેન્સરના કેસો વધી રહ્યાં છે. હાર્ટએટેકના કેસો વધ્યા છે. નવરાત્રિમાં (Navratri 2023) કેટલાય યુવાનોના ગરબા લેતી વખતે મોત થયાં. આ બાબતનું એનાલિસિસ થવું જોઈએ. શા માટે આવી ઘટના બને છે. એક 13 કે 16 વર્ષના દિકરાનું મોત થયું. તેમે એનાલિસિસ કરો છો કે નહી મને નથી ખબર. અહીં ઋષિકેશભાઈ બેઠા છે તમે પાછલા એક વર્ષમાં કેટલા યુવાનોના મોત થયાં તેનો હિસાબ કરાવો, સ્ટડી કરાવો. તેમાં મહિલાઓ કેટલી, પુરૂષો કેટલા તેનું એનાલિસિસ કરો.
હાર્ટએટેક પાછળ કોરોના જવાબદાર નહી
તેમણે કહ્યું, આપણે કારણ બતાવીએ છીએ કે કોરોનાના કારણે આવું થાય છે, પણ એવું નથી. મે તો મનસુખભાઈને (Mansukh Mandaviya) પુછ્યું આ કોરોનાના કારણે હાર્ટ એટેકથી મોત થઈ રહ્યાં છે. તેમણે સર્વે પણ કરાવ્યો છે અને રિસર્ચ પણ કરાવ્યું છે. તેમાં કોરોનાનું (Covid-19) કંઈ કારણ નથી તો કયા કારણો છે કે આ બધુ થઈ રહ્યું છે.
અપીલ
તેમણે કહ્યું, હું કહીશ કે એક આવું સમ્મેલન મંદિર માટે નહી કેન્સર (Cancer) માટે કરો. સમાજ કેન્સર માટે દાન આપે. દિકરીને બચાવવા માટે દાન આપે અને એટલા માટે આ વિષય મેં તમારી વચ્ચે મુક્યો છે. મેં તો ઉત્તરપ્રદેશમાં (Uttarpradesh) શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં સમાજની મદદથી, ઈન્ડસ્ટ્રીઝની મદદથી, બેંકો દ્વારા 50 હજાર દિકરીઓને વેક્સિન આપેલી છે.
નિર્ભય સવાલ
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતની સાથે જેમની લાગણી જોડાયેલી છે તેવા આનંદીબેન પટેલે એક અનુભવી તરીકે રાજ્યના આરોગ્યમંત્રીને રાજ્યમાં હાર્ટએટેકના વધી રહેલા કેસોના કારણ શોધવા માટે રિસર્ચ અને એનાલિસિસ કરવા સુચન કર્યું છે. હવે જોવું રહ્યું કે, આરોગ્ય મંત્રી આ કરે છે કે નહી કારણ કે રાજ્યમાં હાર્ટએટેકના કેસ વધે તો આરોગ્યમંત્રીની ફરજ છે કે તેની પાછળનું કારણ શોધવા પ્રયાસ કરે, ગુજરાત સરકારે (Government of Gujarat) અત્યાર સુધી તો કંઈ આવું કર્યું નથી પરંતુ દેર આયે દુરસ્ત આયે આગામી સમયમાં આનંદીબેનના આ સુચનનું પાલન થાય તો સારી બાબત છે.