Isudan Gadhvi News: વિચરતી વિમુક્ત જાતિ વિદ્યાર્થીઓની ડિપ્લોમાની સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓના એડમિશન અટવાયા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વીડિયોના માધ્યમથી પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો વારંવાર અણવહીવટ સામે આવે છે. UG અને PGમાં વિચરતી વિમુક્ત જાતિ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે પરંતુ જ્યારે ઓલમોસ્ટ તમામ એડમિશનની પ્રક્રિયાઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે ત્યાં ડિપ્લોમાના વિચરતી વિમુક્ત જાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિને સરકારે એક ઠરાવ કરીને રદ કરી નાખી. હાલ આ ડિપ્લોમાના વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે.
આ વિદ્યાર્થીઓ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી સ્કોલરશીપ પર આધાર રાખીને બેઠા હોય છે અને સ્કોલરશીપના કારણે તેઓ સારું ભણતર લઈ શકતા હોય છે. હવે આ ગરીબ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ક્યાં જશે? ડિપ્લોમાની એડમિશનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર આવો નિર્ણય લઈને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટી સરકારના નિર્ણયને જ સખત શબ્દોમાં વખોડે છે. હું રાજ્ય સરકાર સમક્ષ માંગ કરું છું કે 15 ઓગસ્ટે જ્યારે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થશે તે પહેલા ડિપ્લોમાના વિચરતી વિમુક્ત જાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ શરૂ કરવામાં આવે. જો સરકાર પોતાના ઠરાવને રદ કરીને શિષ્યવૃતિ શરૂ નથી કરતી તો આમ આદમી પાર્ટી આ વિદ્યાર્થીઓને સાથે રાખીને જરૂર પડી તો આંદોલન પણ કરશે.
આ પણ વાંચો: યુરિયા બનાવનારી તમામ કંપનીઓ એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ પધરાવે છે: Raju Kaparda AAP