Gandhinagar : એક તરફ લોકસભાની ચૂંટણીના (Loksabha Election) પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના સરકારી કર્મચારીઓ (goverment employee) પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર (goverment) સામે મોરચો માંડ્યો છે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને (Old Pension Scheme) લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે સરકારી કર્મચારીઓ કેસરી ખેસ પહેરીને ગાંધીનગરમાં (Gandhinagar) સત્યાગ્રહ છાવણી (Satyagraha camp) ખાતે ઉમટ્યા હતા.
સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓનો વિરોધ
અગાઉ સરકારે જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને ગેરંટી આપી હતી. પરંતુ હજુ સુધી આ માંગ પુરી થઈ નથી. જેથી સરકારી કર્મચારીઓ આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં એકઠા થયા હતા. અહીં 1 લાખ શિક્ષકો અને કર્મચારીઓ મહાપંચાયત યોજી હતી. આ મહાપંચાયતમાં 1 લાખ કરતા વધુ શિક્ષકો ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામની પતાકા અને સાફા પહેરી પહોંચ્યા હતા. કર્મચારીઓએ ગરબા રમીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સુત્રોચ્ચાર કરી કર્મચારીઓએ અચોક્કસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
અગાઉ ચલાવ્યું હતુ પેન ડાઉન આંદોલન
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ મામલે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઇ ગયું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા દ્વારા ફરી વખત આંદોલન ચલાવવામા આવી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા સરકારી કર્મચારીઓએ પેન ડાઉન આંદોલન ચલાવ્યું હતુ પરંતુ સરકારે તેમની માંગ પર ધ્યાન ન આપતા જે કર્મચારી વિરોધ કરશે તેની પર કાયદાકીય પગલા લેવા જણાવાયું હતુ ત્યારે ટસથી મસ ન થતા સરકારી કર્મચારીઓ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. અને કર્મચારીઓએ અચોક્કસ મુદત સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : ગુજરાત પરથી માવઠાનો ખતરો ગયો નથી! અંબાલાલ પટેલએ કરી ચિંતાજનક આગાહી