GSSSB Hasmukh Patel Twitter account : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના (GSSSB) અધ્યક્ષ હસમુખ પટેલનું (Hasmukh Patel) ટ્વિટર એકાઉન્ટમાંથી (Twitter account) એકા એક ટ્વિટ ડિલેટ થઈ ગઈ છે. જો કે ક્યા કારણ સર તેમના એકાઉન્ટમાં આ ખામી સર્જીઈ છે તે હજુ સામે આવ્યું નથી પરંતું તેમના ટ્વિટર એકાઉન્ટમાંથી તમામ ટ્વિટ ડિલિટ થઈ ગયા છે અને તેમની પ્રોફાઈલમાં તેમનો જે ફોટો હતો તેની જગ્યાએ બીજો કોઈ ફોટો મુકાયો છે. જેથી તેમનું એકાઉન્ટ હેક થયું હોય તેવી પણ શક્યતા છે.
હસમુખ પટેલના ટ્વિટર એકાઉન્ટમાંથી તમામ ટ્વિટ ડિલીટ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોટા મોટા અધિકારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું પણ ફેસબુક એકાઉન્ટ પણ હેક થયું હતું અને અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના એકાઉન્ટમાંથી અન્ય લોકો પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ સાથે IPS અધિકારી હસમુખ પટેલનું પણ ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું, આ સાથે અન્ય અધિકારીઓ અને નેતઓના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક અધિકારીનું એકાઉન્ટ હેક થયું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો કે, હસમુખ પટેલનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે કે, ટેકનિકલ ખામી સર્જીઈ છે તે અંગે હજુ ખુલાસો થયો નથી. પરંતુ તેમના એકાઉન્ટમાંથી તમામ ટ્વિટ ડિલેટ થયા છે અને કેટલાક ફેરફારો પણ થયા છે.
આ પણ વાંચો : CM Bhupendra patel મહીસાગર જિલ્લાના પ્રવાસે,સ્કૂલની મુલાકાત દરમિયાન બાળકો સાથે કર્યો સંવાદ