Gopal Italia : ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કર્યો સનસનીખેજ ખુલાસો, AAP ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું

April 8, 2026

Gopal Italia : વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર રાજકીય મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે તેમની પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈ રામોલિયાને ચૂંટણીમાંથી બહાર રાખવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ, દિનેશભાઈ રામોલિયા વિસાવદર તાલુકાની સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે. પરંતુ જ્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે તેમને જાણ કરવામાં આવી કે તેમના નામને મતદાર યાદીમાંથી કાઢવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. આ અરજી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિની આશંકા ઊભી થઈ છે.

ઇટાલિયાએ જણાવ્યું કે દિનેશભાઈએ ફોર્મ નંબર 8 દ્વારા સુધારા માટે અરજી કરી છે, પરંતુ નામ રદ કરવા માટે કોઈ અરજી કરવામાં આવી નથી. તેમ છતાં તેમનું નામ ડિલીટ કરવાની પ્રક્રિયા શરૂ થવી ખૂબ જ શંકાસ્પદ છે. તેમણે આ ઘટનાને “નીચી કક્ષાની રાજનીતિ” ગણાવી અને આરોપ મૂક્યો કે વિરોધ પક્ષને ચૂંટણી લડવાથી અટકાવવા માટે આવી રીતો અપનાવવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી FIR નોંધાવાઈ, પોલીસ કાર્યવાહી કરાઈ અને ખોટા ઓડિયો ક્લિપ્સ બહાર પાડવામાં આવ્યા હતા. તેમ છતાં પાર્ટી ડરી નથી અને મજબૂતીથી આગળ વધી રહી છે. હવે ઉમેદવારના નામ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ગંભીર બાબત છે.

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આજે તેઓ દિનેશભાઈ સાથે ચૂંટણી શાખામાં જઈને સ્પષ્ટતા કરશે કે તેઓએ નામ રદ કરવા માટે કોઈ અરજી કરી નથી. સાથે જ તેમણે તમામ AAP ઉમેદવારોને અપીલ કરી કે તેઓ નિયમિત રીતે પોતાની મતદાર યાદી ચેક કરતા રહે, જેથી આવી કોઈ ગેરરીતિ સામે સમયસર પગલા લઈ શકાય.

આ પણ વાંચોBJP Gujarat : અમદાવાદમાં ભાજપની ચૂંટણી સંકલન સમિતિની બેઠક મળી, ઉમેદવારના નામ પર મહામંત્રી અને ધારાસભ્ય વચ્ચે જોરદાર બોલાચાલી

Read More

Trending Video