Gopal Italia : વડોદરા દુષ્કર્મ મામલે ગોપાલ ઇટાલિયના હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, “રાજ્યમાં આવા માહોલમાં કોઈ માબાપ પોતાની દીકરીને બહાર નહિ જવા દે”

October 5, 2024

Gopal Italia : રાજકારણમાં બે નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થતું જોવા મળતું હોય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આપ નેતા ગોપાલ ઇટાલિયા રાજનૈતિક મુદ્દા ઉપર સામસામે આવી જતા હોય છે. બંને નેતાઓ ઘણીવાર એક બીજા ઉપર આડકતરી રીતે પ્રહાર કરતા હોય છે. ગુજરાતમાં કેટલાક સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હવે મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી એવું લાગી રહ્યું છે. ત્યારે હર્ષ સંઘવીએ નવરાત્રી મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના લોકો સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. પણ નવરાત્રી દરમિયાન જ વડોદરાના ભાયલીમાંથી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યારે હવે આપ નેતા ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ દ્વારા હર્ષ સંઘવી ઉપર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાના નિવેદન અને વડોદરાના ભાયલીમાં દુષ્કર્મ મામલે હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ ટ્વિટ કરતા કહ્યું કે, ”આઠ પાસ અભણ reel મંત્રીની મોટી મોટી વાતોમાં આવીને કોઈ માં-બાપ પોતાની દીકરીને મોડે સુધી બહાર ન મોકલે એવી વિનંતી. આઠ મંત્રી ફાંકા ફોજદારી કરીને નીકળી જશે પણ દિકરીઓની સુરક્ષાની જવાબદારી લેવાવાળું કોઈ નથી.”

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. પણ કેટલાક સમયથી ગુજરાતમાં દુષ્કર્મના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલાઓ હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે. દુષ્કર્મના ઘણા કેસમાં તો ભાજપના નેતા જ દુષ્કર્મના આરોપીઓ છે. ત્યારે હર્ષ સંઘવીએ દુષ્કર્મના આરોપીઓને ઝડપથી સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. અને ગોપાલ ઇટાલિયાએ પણ કોઈ પણ મુદ્દા પર રાજનીતિ કરાય પણ દુષ્કર્મ સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ.

આ પણ વાંચોVadodara : વડોદરામાં સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ વચ્ચે જ ભારે ખેંચતાણ, પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈને જ જીત મેળવી

Read More

Trending Video