Gopal Italia નો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મામલે મોટો ધડાકો, જીગ્નેશ મેવાણીનું સમર્થન કરી કહી મોટી વાત

November 26, 2025

Gopal Italia : હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે માહોલ ગરમાયો છે. અને હવે તેના કારણે જ આ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે હવે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણી બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. અને જીગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવાવાળી વાતને સમર્થન કર્યું છે. અને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મામલે મોટા ખુલાસાઓ કર્યા છે.

આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, “ઘણા દિવસથી આ પટ્ટા મામલે રાજકારણ ચાલી રહ્યું છે. હર્ષ સંઘવી સત્તામાં છે એટલે બોલ બચ્ચન કરે છે. જાહેર મંચ પરથી સંસ્કારની વાતો કરતા હર્ષ સંઘવીની હકીકત શું છે તે હું જણાવું. જયારે 2014ની લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારની વાત છે આ. જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર 2013ની વાત છે આ. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, માજી મેયર અને અન્ય કેટલાક લોકોએ જાહેર રસ્તા ચાર રસ્તા પર ફટાકડા ફોડવાનું શરુ કર્યું. જેના કારણે લોકોને તકલીફ પડતા કોઈએ 100 નંબરમાં ફોન કર્યો અને તત્કાલીન PSI ઘટના સ્થળ પર ગયા. હર્ષ સંઘવી સહિતના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો હર્ષ સંઘવીએ તેમને ચાર પાંચ લાફા ઝીંકી દીધા અને અપશબ્દો પણ કાઢ્યા. આ મામલે FIR દાખલ કરી. ત્યારબાદ હર્ષ સંઘવી સહિતના લોકો સામે પોલીસ કર્મચારી સામે ઉંમર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા. પણ FIR નોંધાતા તત્કાલીન PSI અને તપાસકર્તા અધિકારી PIની બદલી કરી દેવામાં આવી. અને અન્ય અધિકારીને ત્યાં મુકવામાં આવ્યા અને આ સાથે જ તેની બધી કલમો દૂર કરી અને માત્ર જાહેરનામ ભાંગનો ગુનો રાખી અને બાકીની કલમો હટાવી દીધી. આજે પણ સરકારની વેબસાઈટ પર આ મામલો અને તેના આરોપીઓ સહિતનો કેસ ત્યાં જોવા મળશે.”

વધુમાં અન્ય એક કેસ વિષે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, “2019માં પણ હર્ષ સંઘવી સામે કેસ નોંધાયો હતો. એ સમયે હર્ષ સંઘવી સામાન્ય ધારાસભ્ય હતા. ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલમાં ગયા. ત્યાં કોઈ સરકારી કર્મચારીને કહ્યું હતું કે, મારી સામે હોંશિયારી કરતો નહિ નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ. તે સમયે હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યું અને તેમણે કહ્યું કે, મને આવા કોઈ નિવેદન પર પછતાવો નથી.” હર્ષ સંઘવીએ તમારે સનસકારની વાત કરવાની જરૂર નથી. સરકારી જગ્યાઓ પર સરકારી માણસને ટાંટિયા તોડી નાખવાની વાત કરી છે. જયારે જીગ્નેશ મેવાનીએ આવી કોઈ જ વાત કહી નથી. તેમણે ખુબ જ સામાન્ય પટ્ટા ઉતરી જશે જેવી વાત કહી છે.

જીગ્નેશ મેવાણીની ભાષા કંઈ પણ હોય જો એને સમજવા બેસીએ તો પોલીસની પોલીસ સાથે કેવી ભાષા છે, અને પોલીસ ની સામાન્ય લોકો સાથે કેવી ભાષા છે. ગુજરાતમાં સામાન્ય લોકોને પૂછશો તો કહેશે કે પોલીસની ભાષા કેવી છે. પોલીસની ભાષા કરતા તો વધારે સારી ભાષામાં જીગ્નેશ મેવાણીએ વાત કરી છે. પોલીસના કોન્સ્ટેબલ કે લોકરક્ષક કેડરના કર્મચારીઓ બદલીની વાત કરવા ઉપરી અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી ભાષામાં વાત કરવામાં આવે છે તે દરેક પોલીસ કર્મચારીને ખબર જ છે. અને સાથે જ વધુ આ મામલે સાંભળો આ વિડીયોમાં….

આ પણ વાંચોBrijraj Solanki : સંતરામપુરમાં AAP નેતા બ્રિજરાજ સોલંકીનું દારૂ અને ડ્રગ્સ મામલે મોટું નિવેદન, હર્ષ સંઘવીને લઈને શું કહ્યું ?

Read More

Trending Video