Gopal Italia : વિસાવદરના વાંદરવડના ખેડૂત પરિવારને મળવા પહોંચ્યા ગોપાલ ઇટાલીયા, આત્મહત્યા કરનાર ખેડૂતની વાત કિરીટ પટેલે ન સાંભળી

June 6, 2025

Gopal Italia : વિસાવદરમાં ચૂંટણી જંગ અત્યારે મેદાન-એ-જંગમાં પરિવર્તિત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જ્યારથી વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત નહોતી થઇ ત્યારથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર ઘોષિત કરી દીધા હતા. અને ત્યારથી જ ગોપાલ ઈટાલીયા સતત વિસાવદરમાં જનતાની વચ્ચે રહી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વિસાવદર એ ખેડૂતોનો ગઢ છે. ખેડૂતો કોઈ પણ પક્ષનું ભાવિ નક્કી કરે છે. ત્યારે આજે ગોપાલ ઈટાલીયા આત્મહત્યા કરનાર ખેડુત પરીવારની મુલાકાતે પહોંચ્યા છે.

AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે વાંદરવડ ગામે આત્મહત્યા કરનાર ખેડુત પરીવારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ખેડૂત પરિવારને મળ્યા બાદ ગોપાલ ઇટાલીયાએ કહ્યું, સહકારી મંડળી કૌંભાડમાં ખેડુતોને ફસાવી પૈસા ભરવાની નોટીસ આપતા વાંદરવડ ગામના લાચાર ખેડૂતે આત્મહત્યા કરી હતી. આજે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વાંદરવડ ગામમાં આવ્યા ત્યારે ખેડુતોએ સવાલ પુછતા ખેડુતોને ધમકાવીને વિડીયો ડિલીટ કરાવ્યા હતા. જો ચૂંટણી સમયે ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો પાંચ વર્ષ સુધી તો આ લોકો દેખાશે પણ નહીં. ફક્ત એક ગામના નહીં પરંતુ જૂનાગઢના 100 ગામના ખેડૂતો કિરીટ પટેલને સવાલ પૂછવા માંગે છે. સહકારી મંડળીના ચેરમેન કિરીટ પટેલના કાર્યકાળમાં ખેડૂતો સાથે 200 કરોડનું કૌભાંડ થયું છે. કિરીટ પટેલના કાર્યકાળ દરમિયાન અને ખેડૂતો સાથે અન્યાય થતા ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી.

આ પણ વાંચોElon Musk : એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં પ્રવેશ માટે લાઇસન્સ મળ્યું, સેટેલાઇટ ઇન્ટરનેટની રાહ પૂરી થઈ!

Read More

Trending Video