Gopal Italia ના પ્રફુલ્લ પાનસેરિયા પર આકરા પ્રહાર, પરંતુ AAP નેતા તમે કેટલા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ?

September 3, 2024

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સાથે જ રસ્તાઓ પણ ખરાબ થઇ ગયા છે. સાથે જ હવે રાજ્યમાં પૂર્ણ પાણી ઓસર્યા બાદ નેતાઓ હવે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે. જેમાં આજે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરતના કામરેજના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જેને લઈને આજે AAP નેતા ગોપાલ ઇટાલિયાએ તેના પર પ્રહાર કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાના પ્રફુલ્લ પાનસેરિયા પર પ્રહાર

ગુજરાતના AAP નેતા ગોપાલ ઇટાલિયાએ આજે સુરતના ધારાસભ્ય અને શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની સુરતના કામરેજ વિસ્તારની મુલાકાતને લઈને સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમણે લખ્યું કે, સુરતના ભાજપના ધારાસભ્ય પ્રફુલ્લ પાનશેરિયા કામરેજ વિસ્તારમાં તૂટેલા રોડની મુલાકાતે જઈને, મોબાઈલ વીડિયો ઊતરતો હોય છે એમાં સરકારી અધિકારીઓને ખખડાવીને શો-બાજી અને હીરોગીરી કરે છે. પ્રફુલભાઈને પૂછવાનું કે, તમને ભાજપવાળાઓને રોડના ખાડાની એટલી જ ચિંતા હોય તો જ્યારે રોડ બનતા હોય ત્યારે ત્યાં ઉપર કેમ નથી ઉભા રહેતા??? તમારી જ ભાજપ પાર્ટી રોડના કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લઈને હલકી ક્વોલીટીના રોડ બનાવવાનો સપોર્ટ આપે છે અને પછી તમે લોકો હીરોગીરી કરવા સરકારી અધિકારીઓને જાહેરમાં અપમાનિત કેમ કરો છો??

હવે આ બધું તો સમજ્યા પણ ગોપાલભાઈ તમે કેટલા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા ? અને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે તો બધા નેતાઓ જય જ રહ્યા છે. પરંતુ તમે પૂર વખતે કોઈ વ્યક્તિને મદદ માટે પહોંચ્યા હતા ? અરે જનતાના સેવક છો તો સમયે તમે પહોંચ્યા હોત તો લોકોને પણ ખબર પડી હોત. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પૂરના પાણી ઓસર્યા બાદ જ ત્યાં પહોંચી રહ્યા છે. તો હવે બીજા પર પછી આંગળી ચીંધજો પહેલા પોતાની જાતને જોઈ લો.

આ પણ વાંચોNita Chaudhry : નીતા ચૌધરીના જામીનને લઈને હાથ ધરાઈ સુનાવણી, જાણો કચ્છ સેશન્સ કોર્ટે શું આપ્યો ચુકાદો ?

Read More

Trending Video