Gopal Italia : ચૈતર વસાવાની ધરપકડ કોના ઇશારે કરવામાં આવી ? ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ધડાકો!

July 6, 2025

Gopal Italia : આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખુબ મજબૂત થઇ રહી છે. અને ત્યારે જ કોઈ નવાજુની થઇ રહી છે. ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપ નેતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહિ. અને તેમની ધરપકડ કરવામાં આવી. જે બાદ સમર્થકો ખુબ મોટાપાયે એકઠા થઇ ગયા હતા. અને પોલીસ સ્ટેશન બહાર પોલીસ સાથે બબાલ કરી રહ્યા છે. સાથે જ ભારે હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસે ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. આ મામલે હવે ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. અને પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે તેના પર ધડાકો કર્યો હતો. અને ચૈતર વસાવા સામે થયેલ FIRમાં ખોટી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાને ક્યારે જામીન મળે છે.

Read More

Trending Video