Gopal Italia : AAP નેતા ગોપાલ ઈટાલીયાએ ગૃહ રાજ્યમંત્રીની જાહેરમાં ચર્ચાની ચેલેન્જ સ્વીકારી, પત્ર લખી જાહેરમાં ચર્ચા માટે લલકાર્યા

September 28, 2024

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગોપાલ ઈટાલીયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમના ભણતરને લઈને સવાલો કરતા જોવા મળે છે. સાથે જ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ગૃહ રાજ્યમંત્રીના આ પ્રકારના નિવેદનો સામે આવતા રહે છે. આજે ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ ઝી 24 કલાકની એક કોન્ક્લેવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમને ગોપાલ ઇટાલિયાના આઠ પાસના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે તેમણે જાહેરમાં કહ્યું કે, હું ભલે ઓછું ભણેલો છું પરંતુ રોજ હું કંઇક નવું શીખતો રહું છું. અને તેમણે કહ્યું હતું કે, જો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો જાહેરમાં હું ચર્ચા કરવા તૈયાર છું.

ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ AAP નેતા ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ કરી છે. અને તેમણે કહ્યું છે કે, હું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું. એટલે કે તેમણે ગૃહ રાજ્યમંત્રીને જાહેરમાં લલકાર્યા છે. અને હર્ષ સંઘવીની ચેલેન્જને સ્વીકારી છે. તેમણે પાંચ મુદ્દાઓ આપ્યા જે ગૃહ રાજ્યમંત્રીના હેઠળ જ આવે છે. પોલીસ સુધારણા, કાયદો અને વ્યવસ્થા, બંધારણ અને લોકશાહી, દારૂબંધી ડ્રગ્સ અને કાયદો, તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાય વ્યવસ્થા, જીઆરડી, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ આ પાંચ અથવા આ પાંચમાંથી કોઈ એક મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું. ત્યારે તમે હવે મારી આ વાતને ધ્યાને લઈને સમય, તારીખ અને સ્થળ નક્કી કરીને જાહેરમાં ચર્ચા કરવાની તૈયારી બતાવજો. તેવું AAP નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું.

Gopal Italia

આ પણ વાંચોRajkot Eye Hospital : રાજકોટના જસદણની આંખની હોસ્પિટલના દર્દીઓને ઇન્ફેક્શન, ઓપરેશન વિભાગને હાલ સીલ મારવામાં આવ્યું

Read More

Trending Video