Gopal Italia : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતા.”
હવે આ કાર્યકરની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને પ્રહાર કરી રહ્યા છે. છત્રપાલસિંહ જાડેજા જામનગર શહેર કોંગ્રેસના કાર્યકર્તા છે. પણ તેમનો એક ફોટો અમિત ચાવડાએ પોસ્ટ કર્યો છે. અને આ ફોટામાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સાથે નાસ્તો કરી રહ્યા હોય તેવો ફોટો વાયરલ થયો છે.
અમિત ચાવડાએ આમ આદમી પર પ્રહાર કરતા શું લખ્યું ?
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયામાં હેમંત ખાવા અને છત્રપાલસિંહનો ફોટો મૂકી અને લખ્યું કે, જેમને તમે તમારા કહ્યા હતા, તેમને તમે લાત મારીને પાર્ટીમાંથી બહાર કાઢી મૂક્યા. પહેલા દિવસથી જ કપટ, કપટ અને વિશ્વાસઘાત તમારા લક્ષણો રહ્યા છે. સત્તાનો લોભ એવો હતો કે બાબા સાહેબ વિશે વાત કરનાર વ્યક્તિને મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. જ્યારે તેમને દારૂ કૌભાંડમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા, ત્યારે તેમણે ગુપ્ત રીતે ભાજપ સાથે સમાધાન કર્યું અને હરિયાણા અને ગુજરાતમાં મત કાપનાર તરીકે કામ કરીને તેમને મદદ કરી.
તમારી નૈતિકતા એવી છે કે તમારા પોતાના મહિલા સાંસદે આરોપ લગાવ્યો કે તેમને તમારા ઘરે માર મારવામાં આવ્યો હતો. અને પછી તમારા જ પક્ષના ભૂતપૂર્વ મંત્રી પર જૂતું ફેંકનાર વ્યક્તિને લોકસભાની ટિકિટ મળે છે. તો તે થવા દો. નાટક બંધ કરો. AAP અને BJPમાં જૂતાં ફેંકવાની સંસ્કૃતિ પ્રચલિત રહી છે, અને AAP એ જ ગુજરાતમાં આ ગંદકી ફેલાવી છે. ગુજરાતમાં તમારો ઉદ્દેશ્ય ભાજપને મદદ કરવાનો છે. તમે તે જ કરી રહ્યા છો. અમે એવા લોકો છીએ જે ગાંધી, નેહરુ, પટેલ અને બાબાસાહેબમાં વિશ્વાસ રાખે છે. હિંસા માટે કોઈ સ્થાન નથી, અને અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. પરંતુ તમારા ટ્રેક રેકોર્ડમાં ષડયંત્રની ગંધ આવે છે. શું આ તમારા પોતાના ઘરનો કેસ હોઈ શકે?
जिसे अपना कहा उन्हें जूते मारकर पार्टी से बाहर निकाला आपने। छल, धोखा और गद्दारी पहले दिन से आपके फीचर रहे हैं। सत्ता का लोभ ऐसा कि बाबासाहेब की बात करने वाले को मंत्रीपद से इस्तीफा देना पड़ा।
शराब घोटाला के कारण जब जेल में कैद हुए, तो बीजेपी से गुपचुप समझौता किया और वोट-कटवा… https://t.co/pEgMwasfWZ pic.twitter.com/YClXXgQF1t
— Amit Chavda (@AmitChavdaINC) December 5, 2025