Gopal Italia : ગોપાલ ઇટાલિયના હર્ષ સંઘવીની કામગીરી પર સણસણતા સવાલ, દુષ્કર્મ મામલે કેમ કોઈ કડક કાર્યવાહી થતી નથી ?

October 9, 2024

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. જેના કારણે હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મામલે સતત સરકારને સવાલો કરી રહ્યા છે. ત્યારે સુરત અને વડોદરામાં સામુહિક દુષ્કર્મ મામલે અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીએ રેલી પણ યોજી હતી. જેમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના નેતા અને બેબાક બોલ માટે જાણીતા ગોપાલ ઈટાલીયાએ નિર્ભય ન્યુઝના સ્ટુડીઓમાં આજે આ મામલે સણસણતા સવાલોના જવાબો આપ્યા હતા.

કાયદો કડક બનાવવો જોઈએ

દુષ્કર્મ મામલે તેમણે કહ્યું કે જો સરકાર એવા કડક કાયદા લાવે તો આ પ્રકારની ઘટનાઓ ન બને. મને કાયદા કે પ્રશાસનથી કોઈ જ વાંધો નથી, પરંતુ જે કાયદો નરાધમોમાં ડર ઉભો ના કરી શકે તે કાયદો કઈ જ કામનો નથી. દેશનો કાયદો જનતાની રક્ષા માટે છે. હવે આ મામલે ઘણા સારા કાયદા બનેલા છે. જો એ લાગુ કરવામાં આવે તો ખુબ સારી રીતે અને જલ્દી જ ન્યાય મળી શકે.

બુલડોઝર નીતિ પર સરકારની વ્હાલા દવલાનીનીતિ

દુષ્કર્મ કેસના આરોપીઓના ઘર પર બુલડોઝર નીતિ ચાલી રહી છે.તેના પર કહ્યું કે, બુલડોઝર દુષ્કર્મના આરોપીના ઘર પર ચાલે તેમાં કોઈ વાંધો નથી. પણ દુષ્કર્મના આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા હોય ત્યાં બુલડોઝર ચાલતું નથી. ત્યાં બુલડોઝર ને પંચર પડી જાય છે. વડોદરાના આરોપીના ઘર પર બુલડોઝરની કાર્યવાહી થશે તેમ, જસદણ દુષ્કર્મના ભાજપના નેતા અને દાહોદના દુષ્કર્મના આરોપી ભાજપની સંસ્થા સાથે જોડાયેલા તેમના ઘર પર બુલડોઝર નહીં ચાલે.

હર્ષ સંઘવી પર પ્રહાર મામલે શું બોલ્યા ગોપાલ ઈટાલીયા ?

ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરે છે, ત્યારે તેમને હર્ષ સંઘવીથી વાંધો છે કે , હર્ષ સંઘવીના પદથી વાંધો છે. ત્યારે તેમણે કહ્યું કે મને હર્ષ ભાઈથી વાંધો નથી, પણ જે કાયદાની સ્થિતિ જે ખરાબ થઇ રહી છે, તેનાથી વાંધો છે. કાયદાની કથળતી સ્થિતિ બધા લોકોને અસર કરે છે.ભાજપ સાથે જોડાયેલ વ્યક્તિ કોઈ ગુનો કરે તો તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક પગલાં લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી કરવી જોઈએ.

ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી, અને દાદાની સરકાર પર પ્રહાર કર્યા હતા. દુષ્કર્મના કેસોમાં કાર્યવાહી તો થતી જ નથી, પણ હર્ષ સંઘવી ગરબાના સ્ટેજ પર ચડીને ખાલી દુષ્કર્મના આરોપીને ફાંસી અપાવશું આવી મોટી મોટી વાતો કરે છે, અને પોતાનું બ્રાન્ડીંગ કરે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આટલા આકરા પ્રહાર કર્યા છે, ત્યારે હર્ષ સંઘવી આ નો કોઈ જવાબ આપે છે કે નહિ?

આ પણ વાંચો : Kutch Rape Case : કચ્છમાં ગરબા જોવા ગયેલી યુવતી સાથે દુષ્કર્મ, હર્ષ સંઘવીની કચ્છની મુલાકાત દરમિયાન બની ઘટના

Read More

Trending Video