Rajkumar Jat Case : ગુજરાતમાં ગોંડલ સતત કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહેતું હોય છે. ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં તપાસ હાલ ચાલી રહી છે. અને આ મામલે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું હાલ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ મામલામાં તપાસ મામલે ગણેશ જાડેજા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. અને હવે આ મામલે વધુ એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર ગોંડલ કોંગ્રેસ અગ્રણી યતિષ દેસાઈએ નાયબ મુખ્યમંત્રીને લખ્યો છે. અને તેમાં તેમણે કહ્યું છે કે, “હાલમાં રાજકુમાર જાટની તપાસ નિષ્પક્ષ ચાલી રહી છે. બિલિયાળા ગામનો સરપંચ લાલો આ કેસમાં તપાસના દાયરામાં છે. લાલો આ વિસ્તારમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. લાલા સહિત ત્રણથી ચાર શખ્સો સામે તપાસ કરવામાં આવે.” સુરેન્દ્રનગર એસ.પી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આ લોકોની પણ પૂરતી તપાસ કરવામાં આવે તેવી માંગ યતિશ દેસાઈએ કરી છે.
