Gondal : રાજકુમાર જાટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadeja નો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી હતી.
ગણેશ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સહીત અન્ય સમાજ થશે એક
ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં 18 વરણ એકમંચ પર એકઠા થવાના છે. રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગ કરી કોર્ટમાં તૈયારી દર્શાવી. જે મામલે હવે 18 વરણ એકમંચ પર એકઠા થવાના છે. ગણેશ જાડેજાના આ નિર્ણયને ક્ષત્રિય સમાજ સહિત સર્વ સમાજના આગેવાનોએ આવકાર્યો છે. ગણેશ જાડેજાના આક્ષેપ કરતા કહ્યું કે, ગોંડલને અને ગણેશભાઈને બદનામ કરવા ચોક્કસ પ્રોપોગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. ફરિયાદી રતનલાલ જાટને ગેરમાર્ગે દોરી નિમિત્ત બનાવવામાં આવી રહ્યા છે. સરકાર અને પ્રશાસન સામે પ્રબળ માંગ કરી હતી. જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થાય, તો ફરિયાદી રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં, ગણેશ ગોંડલના સમર્થનમાં પોસ્ટરો વાયરલ થયા છે. ગોંડલની શાંતિ અને સલામતી માટે ગણેશ જાડેજાએ સહકાર આપ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરી, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા બંને પક્ષના ટેસ્ટની માંગ
ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોત મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસને ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી છે. પોલીસે કોર્ટ સમક્ષ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. મહત્વનું છે કે ગણેશ જાડેજાએ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા પોલીસને જણાવ્યું હતું અને સહમત પણ થયા હતા.
આ પણ વાંચો : Ahmedabad : ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ, રેલવેએ અમદાવાદથી દિલ્હી માટે ખાસ ટ્રેનો ચલાવી, એરપોર્ટ પર ટિકિટ કાઉન્ટર શરૂ કર્યું