Gondal Marketing Yard : ગોંડલમાં ચાઈનીઝ લસણ મળી આવતા હડકંપ, ચેરમેન અલ્પેશ ઢોલરીયા ઊંઘતા ઝડપાયા

September 7, 2024

Gondal Marketing Yard : ગુજરાતમાં જેટલું સૌરાષ્ટ્રના રાજકારણનું મહત્વ છે, તેટલું જ સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટયાર્ડનું મહત્વ છે. ગોંડલ માર્કેટયાર્ડની ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડમાં ગણતરી થાય છે. ત્યારે આજે ગોંડલ માર્કેટયાર્ડ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આજે ગોંડલ માર્કેટયાર્ડમાં દેશમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાને આ વાતની જાણ થતા દોડતા થયા હતા.

ગોંડલમાં ઝડપાયું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ

ગોંડલ માર્કેટયાર્ડમાં આજે સવારે બે હજારથી વધુ લસણના કટ્ટાની આવક થઈ હતી. તેની અંદર 30 કટ્ટા જેમાં આશરે 600 થી 700 કિલો જેટલું ચાઈનીઝ લસણ હોવાનું વેપારીઓના ધ્યાને આવ્યું હતું. ત્યારે વેપારીઓએ માર્કેટયાર્ડના સત્તાધીશોને આ અંગે જાણ કરતા તેઓ દોડતા થયા હતા. દેશમાં 2006 થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો આ લસણ ક્યાંથી આવ્યું તે પણ એક સવાલ છે. પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો સૌની સામે આવ્યો ત્યાં સુધી ચેરમેન અલ્પેશ ઢોલરીયા ઊંઘતા ઝડપાયા હોય તેવી સ્થિતિ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી.

ચાઈનીઝ લસણના જથ્થા અંગે અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું ?

આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, વેપારીઓને ધ્યાને આવ્યું કે આ ચાઈનીઝ લસણ છે, અને દેશમાં પ્રતિબંધિત છે, તો અમે તરત જ ચાઈનીઝ લસણને ગોડાઉનમાં મુકી દીધું છે. આ લસણ માર્કેટયાર્ડમાં વેચવાની મનાઈ કરવામાં આવી છે. આ માર્કેટિંગ યાર્ડ ખેડુતોનું માર્કેટયાર્ડ છે. લસણ બહારથી આવે તો ખેડૂતોને નુકસાન જાય. તેટલા માટે આ લસણને જપ્ત કરવામાં આવ્યું છે. અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશું કે બહારથી આવતું લસણ બંધ કરવામાં આવે અને જેણે મોકલ્યું હોય તેવા આરોપીઓને સજા કરવામાં આવે. માર્કેટિંગ યાર્ડમાં લસણ ઉપલેટાથી મોકલવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોRan Utsav Tendar : કચ્છ રણોત્સવનું ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, હવે વડાપ્રધાનના જન્મદિવસે ખુલશે નવું ટેન્ડર

Read More

Trending Video