Godhra : ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળેજ મોત,અન્ય ઈજાગ્રસ્ત

August 9, 2024

Godhra: ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલ ITIની નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇકો ગાડી અને ટેન્કર વચ્ચે ટક્કર થતા 4 લોકોનું ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે. જેમાંથી પણ બે લોકોની હાલ નાજુક હોવાનું કહેવામા આવી રહ્યુ છે.

ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત

પ્રાપ્ત જાણકારી મુજબ ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં સાત લોકો સવાર થઈ જઈ રહ્યા હતા.આ દરમિયાન બેફામ આવતા ટેન્કરે ઇકો કાર અડફેટે લીધી હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર 7 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકોની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે એ ઈસમનું તો સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે સ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તમામ લોકો છોટાઉદેપુરના હોવાનું સામે આવ્યું

પ્રાથમિક જાણકારી મુજબ કારમાં સવાર તમામ લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot : ભાજપના સાંસદ રામ મોકરીયા નિયમને ઘોળીને પી ગયા ! મહાનગરપાલિકા પણ સાંસદ સામે થઈ નત મસ્તક

Read More

Trending Video