Godhra Education : ગોધરાની શિક્ષણ વ્યવસ્થાની AAP એ ખોલી પોલ, સરકારના પ્રવેશોત્સવના તાયફાઓ પર ઉઠાવ્યા સવાલ

June 27, 2024

Godhra Education : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડી રહી છે. ક્યાંક ઉમેદવારો TET  TATનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ વર્તાય રહી છે. ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક (Teachers) જ નથી. હવે આ બધા વચ્ચે રાજ્યમાં આજથી પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષણનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર સાહેબો આપને રાજ્યમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાની પરિસ્થિતિ ખબર છે ? તેને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો મેદાને આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની યુવા ટીમે ભાજપ (BJP) સરકારના રાજમાં શિક્ષણ ખાતામા ચાલતી લાલિયાવાડી અને શિક્ષણ વિરોધી ભાજપ સરકારને કઈ રીતે ઉઘાડી પાડી તે જોઈએ…

Godhra Education

ગોધરા (Godhra Education) તાલુકાની વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળામાં હાલ કુલ 250 બાળક અભ્યાસ કરે છે જેમાં સ્કૂલમાં ફક્ત 4 ઓરડા હાલ કાર્યરત છે અને 4 ઓરડા જર્જરીત (Dilapidated) હોવાથી બંધ કરેલ છે જેના કારણે એક ક્લાસમાં ત્રણ વર્ગ ના બાળકોને સાથે બેસીને ભણવા મજબૂર થવું પડે છે. જેમાં બાળ વાટિકા, પેહલું ધોરણ અને બીજા ધોરણનો સમાવેશ થાય સાથે અન્ય બીજા વર્ગમાં ત્રીજા અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને એકજ ઓરડામાં બેસાડીને ભણાવવા પડે છે. ત્યારે શિક્ષકો માટે પણ એક આ મોટા પડકાર સમાન છે અને આના કારણે બાળકોને અભ્યાસમાં પણ તકલીફ પડી રહી છે સાથે આ સ્કૂલ રોડના લેવલ કરતા અંદાજે 2 ફૂટ જેટલી નીચી થઇ ગઇ છે જેના કારણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં સ્કૂલના ક્લાસમાં પાણી ભરાઈ જાય છે અને સ્કૂલ ના સામાનને પણ નુકશાન થાય છે.

Godhra Education

ત્યારે બામરોલી ખુર્દ પ્રાથમિક શાળાની પણ આવી જ હાલત છે. આ શાળામાં કુલ 7 ઓરડા છે પરંતુ 2 ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી હાલ ફક્ત 5 ઓરડા કાર્યરત છે જેના કારણે અહીંયા પણ પેહલા, બીજા ધોરણ અને ત્રીજા, ચોથા ધોરણ ના બાળકો સાથે બેસી અભ્યાસ કરવો પડે છે. સાથે આ સ્કૂલમા જવા માટે નદી પાર કરવી પડે છે. અને દર ચોમાસામાં બાળકો અને શિક્ષકોએ વહેતા વરસતા પાણીમાં જીવના જોખમે નદી ઓળગી સ્કૂલમાં જવું પડે છે.

Godhra Education

ગામના લોકોના કેહવા મુજબ 2 વર્ષ પહેલાં અહીંયા એક મહિલા શિક્ષક જ્યારે વરસાદમાં નદી ઓળંગી રહી હતી ત્યારે પાણી વધારે હોવાથી તે બહેન તણાય ગયા હતા ત્યારે અન્ય લોકોની જાગૃતતા અને મદદથી આ શિક્ષક બહેનને બચાવી લેવાયા હતા ત્યાર બાદ પુલ બનાવનો ઠરાવ પાસ થતાં હાલ પુલનું કામ કાજ ચાલુ છે પણ હવે ચોમસુ આવવાથી હાલ તેનું કામ બંધ કરેલ છે ત્યારે જો ફરી આ વખતે ચોમાસુ ભરપૂર રહ્યું અને નદીમા પાણી વધુ માત્રામાં આવ્યું તો ફરી જીવના જોખમે શીક્ષકો અને બાળકો શાળા એ જવા મજબૂર બનશે. સાથે મોટા ભાગની શાળાના વર્ગ જૂના સમયના પતરા વાળા છે અને અમુક જગ્યાએ સ્ટીલના પતરા નાખેલ જેના કારણે આ કાળજાળ ગરમીના સમયમાં બાળકો ભણવા મજબૂર બન્યા છે.

અમે સવાલ કરી રહ્યા છીએ ભાજપ સરકારને કે પેહલા ગુજરાતની તમામ જર્જરિત, શાળામાં અપૂરતા ઓરડા , શિક્ષકોની ભરતી જેવા મુદ્દે કામ કરો ત્યારબાદ શાળા પ્રવોત્સવ કરજો. જેથી બાળકો સાચા અર્થમાં સુવિધા સાથે ભણી શકે.

આ પણ વાંચોJignesh Mevani : રાજકોટમાં જીગ્નેશ મેવાણી આવ્યા નાના વેપારીઓની વહારે, સરકારની નિર્લજ્જતા સામે કરશે લોકો સાથે ગાંધીનગર કૂચ

Read More

Trending Video