girsomnath :આમ તો રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા જો સામાન્ય માણસ વેરો ન ભરે તો નળ કનેક્શન કાપી દેવાય છે સીલ મારી દેવાય છે. પંરતુ સરકારને ઉદ્યોગપતિઓ (Businessmen) પ્રત્યે એટલો પ્રેમ વરસ્યો છે કે,વેરાવળ (veravel) સ્થિતિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના (Grasim Industries) સરકારે ખાસ કિસ્સામાં કંપનીને રાહત આપવા માટે માતબર રકમ માફ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. જાહેર હિસાબ સમિતીના (Public Accounts Committee) પૂર્વ અધ્યક્ષ અને કોંગી નેતા પુંજા વંશે (Punjabhai Vansh) પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, વેરાવળ સ્થિતિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના સરકારે ખાસ કિસ્સામાં 280 કરોડ માફ કર્યા છે. પુંજા વંશએ કહ્યું કે,ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રાજ્ય સરકારે પાણીના બાકી લેણાં પેટે 434.71 કરોડ વસૂલવાના હતા.જો કે, સરકારે ગ્રાસિમ કંપનીને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવ્યો છે.
પુંજા વંશે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
જાહેર હિસાબ સમિતીએ કંપની પાસેથી સંપૂર્ણ બાકીની રકમ વસૂલવા આદેશ કર્યો હોવા છતાં હિસાબ સમિતિએ કરેલ ભલામણોને સરકારે અવગણી સુનિયોજિત કૌભાંડ આચરીને માત્ર રૂપિયા 157 કરોડ ભરવા આદેશ કર્યો છે. આમ ભાજપ સરકારે ખાસ કિસ્સામાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો કરાવવા રૂપિયા 280 કરોડ માફ કરી દીધા હતાં. ગ્રાસીમ કંપનીને ફાયદો કરાવવા સરકારે ષડયંત્ર રચ્યું હોવાનો પુજા વંશે આરોપ લગાવ્યો હતો. આ મામલે પુજા વંશે રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ તેમણે આ મામલે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ દર્શાવી છે.
ખાસ કિસ્સામાં કંપનીને રાહત કરવા માતબર રકમ માફ કરવાનો પ્રથમ કિસ્સો
પુંજા વંશએ કહ્યું હતુ કે,રાજ્ય સરકાર પ્રાથમિક રીતે જે વૈદ્યાનિક સંસ્થાઓ હોય તેની ભલામણો સ્વીકારવાની હોય છે પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે હકીકતમાં તો જે બોજો નાખવામા આવ્યો હોય તે પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ. અને બધા પાસે આજે પણ વસૂલ કરે છે. કદાચ રાજ્યમાં આ પહેલો કિસ્સો હશે કે જેમાં બોજો નખાયેલો હોય અને તે નાખેલા બોજાને પણ માફ કરવામાં આવ્યો હોય. કારણ કે બોજો નાખેલો હોય તે પ્રમાણે પણ ગણતરી કરવામા આવે તો 107 કરોડ રુપિયા માફ કરાયજો વસુલ કરે તો 238 કરોડ વસુલ કરે તેના બદલે તેના બદલે 155 કરોડ વસુલ કર્યા એટલે બોજો નાખ્યા પછી પણ 107 કરોડ જેટલી કંપનીને મદદ કરી છે. આવો કિસ્સો ગુજરાતમાં ક્યાકેય સામે આવ્યો નથી. એટલે જાહેરહિસાબ સમતિની ભલામણોનો સ્વીકાર કરવાને બદલે તેનો અસ્વીકાર કરીને રાજ્ય સરકારે અગાઉથી ગોઠવાયેલો ભ્રષ્ટાચાર ગોઠવાયેલી જે પણ રકમ નક્કી હોય તે ગજવામાં નાખીને 280 કરોડ રુપિયા મંજુર કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયિક રીતે તપાસ કરાવીશું અને હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી.
પુંજા વંશે કરી કાર્યવાહી કરવાની માંગ
પુંજા વંશએ કહ્યું હતુ કે, જુનાગઢ કલેક્ટરે પણ જે હુકમ કર્યો છે તે કંપનીની તરફેણમાં કર્યો છે. મહેસુલી અધિકારી તરીકે પોતાની નૈતિક જવાબદારી હોવા છતા પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને કંપનીને ફાયદો થાય તે પ્રમાણે તેમણે હુકમ કર્યો છે. તેની સામે પગલા લેવા પણ સમિતીએ ભલામણ કરી છે. મહેસુલી અધિકારીએ જે કોઈ જવાબદારો હોય તેની સામે પગલા લેવા માટે ભલામણ કરીછે. જળ સંપત્તિ વિભાગના અધિકારી- કર્મચારીઓએ પણ આ વસુલાત કરવામા જ્યા જ્યા પણ નિષ્કાળજી દાખવી હોય તેની સંપૂર્ણ તપાસ કરી અને તેની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમતિએ જેમાં કોંગ્રેસ અને ભાજપના પક્ષોની 15 જણાની સમિતિએ સર્વાનુંમતે આ ગેરકાયદેસર બાબતોની તપાસ કરવા ભલામણ કરી. વધુમાં તેમણે કહ્યુ કે, ગંભીર બાબત તો તે છે કે, કંપનીએ જે જમીનની માંગણી કરી તે જમીન સરકારે આપી. જમીન આપ્યા પછી કંપનીએ જે જમીન દબાણ કરેલી છે તેના નકશા પાછળથી ફેરવી નાખ્યા. આ પણ રેકોર્ટ પર આવ્યું છે.
આમ પુંજા વંશે કંપનીને રાહત કરવા માતબર રકમ માફ કરતા પુજા વંશે ખુલાસો માંગ્યો છે અને આ સાથે જે પણ આમા સંકળાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો : Gujarat Police: ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે લીધો મોટો નિર્ણય