Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં હાલ ડિમોલિશન (Demolition)ની કામગીરી ચાલી રહી છે. હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે. ગીર સોમનાથ (Gir Somnath)માં ડિમોલિશન મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ડિમોલિશન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ખાસ તો આ ડિમોલિશન (Demolition) કોંગ્રેસના મતવિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે વધારે રાજકારણ ઘેરું બન્યું છે.
ધારાસભ્ય ભગવાન બારડ પર કોંગ્રેસના આક્ષેપ
આ સમગ્ર મામલે કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ હીરા જોટવાએ કહ્યું કે, ડિમોલિશનની કામગીરી માત્ર કોંગ્રેસને મળતા મતવિસ્તારમાં જ હાથ ધરવામાં આવી છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ ઘર જોડવાની વાતો કરે છે અને પોતે જ લોકોના ઘર તોડી રહ્યા છે. હવે આ મામલે પક્ષપાતી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ સાથે તેમણે ધારાસભ્ય ભગવાન બારડ પર નિશાન સાધતા કહ્યું કે, ધારાસભ્યના ગામ બાદલપરામાં આવું જ થયું છે. જો કે, બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિઓએ તેમના આ આક્ષેપને પડકાર્યો છે.
બાદલપરા ગ્રામ પંચાયતના સરપંચે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
જયારે બીજી તરફ બાદલપરા ગ્રામ પંચાયતના સરપંચે આ મામલે કહ્યું કે આ કોઈ તાત્કાલિક લેવાયેલો નિર્ણય નથી. 2022ના ઠરાવમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જે બાદ જ આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાદલપરામાં ધારાસભ્યના ભત્રીજા સહિતના લોકોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. કોંગ્રેસનાં હીરાભાઈ જોટવા મતનું રાજકારણ ન રમે. આ પંચાયતની કામગીરી છે જે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયાવિહોણા છે. હીરાભાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Naresh Patel : નરેશ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો, કહ્યું, રાજકારણમાં એક્ટિવ ન રહીએ તો સમાજના કામ અટકી જાય