દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ! વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું, 9 ખલાસીઓ ધરપકડ

February 23, 2024

Gir Somnath: વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યું છે. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે.

વેરાવળમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું

ગુજરાતમાં ફરી એક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ નિવડ્યો છે. વેરાવળમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું છે. ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની ટીમ દ્વારા વેરાવળમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મધ્યરાત્રીના બાતમી આધારે દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં લવાતો 50 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો છે. આ 50 કિલો હેરોઇનની કુલ 350 કરોડ જેટલી થાય છે. આ સાથે ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 ખલાસીઓની ધડપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન SOG અને NDPS ની ટીમ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ છે.

તપાસનો ધમધમાટ શરૂ

હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવી રહ્યુ હતુ, ડ્રગ્સના સપ્લાયર કોણ હતા અને કોના સુધી આ પહોંચાડવામાં આવવાનું હતું તે અંગે તપાસ હાધ ધરી છે.હાલ ATS સહિત ગીર સોમનાથ SOG, LCB, FSL અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા

ગુજરાત પોલીસના આ ઓપરેશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી મહિતી આપી હતી. તેમજ સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમને લખ્યું છે કે, ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મળી વધુ એક મોટી સફળતા, રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ કબજે ! , ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે, ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.

આ પણ વાંચો : સિગ્નેચર બ્રીજનુ નામ બદલવામા આવ્યું હવે આ નામથી ઓળખાશે, જાણો

Read More