Gir Somnath Collector : ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહનો વધુ એક વિડીયો વાયરલ, જાહેરમાં અધિકારીઓને ખખડાવતા નજરે ચડ્યા

October 16, 2024

Gir Somnath Collector : ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પોતાના આક્રમક સ્વભાવને લીધે જાણીતા છે. તેઓ પોતાની કામગીરીને લઈને પણ વિવાદમાં જોવા મળતા હોય છે. પહેલા પણ તેમના ઉગ્ર બોલચાલના વિડીયો પણ વાયરલ થયેલા છે. દિગ્વિજયસિંહનો આજે પણ એક વિડીયો સામે આવ્યો છે. પરંતુ આ વીડિયોમાં તેઓ અધિકારીઓને પ્રજાના પ્રશ્નો મામલે ખખડાવતા જોવા મળી રહ્યા છે. અને તેમની કામગીરી કરવા આદેશ કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના બોરવાવ ગામે આજે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં કલેક્ટર દિગ્વિજયસિંહ પણ પહોંચ્યા હતા. ગ્રામસભા પહેલા તેઓએ ગામની અંદર વિઝીટ કરી હતી. તેઓ ગામની સ્કૂલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. પણ આરોગ્યકેન્દ્રની બહાર કચરાના ગંજ જોવા મળ્યો હતો, અને કલેક્ટર ગુસ્સે થયા હતા. આટલી હદે ગંદકી જોઈ તેમણે અધિકારીની જાહેરમાં ઝાટકણી કાઢી હતી.

તેમણે અધિકારીને ખખડાવતા કહ્યું કે, લોકો આરોગ્યકેન્દ્ર્મા સાજા થવા આવે છે, કે બીમાર પડવા આવે છે ? તાત્કાલિક કચરાનો ઢગલો ઉપાડી યોગ્ય સાફ સફાઈ કરાવો. સ્કૂલ જતા દરમિયાન રસ્તો કાચો અને ખરાબ હાલતમાં હતો, અને અધિકારીને કહ્યું કે અહીંયા જલ્દી પાક્કો રસ્તો બનાવો કે બ્લોક ગોઠવી બાળકોને સ્કૂલે જવાની વ્યવસ્થા કરાવો. તેમણે ગ્રામસભામાં ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે જીઇબી અધિકારી, વન વિભાગના અધિકારી, અને મામલતદારને સાથે રાખી લોકોના પ્રશ્નો સાંભળી તેમનો ઉકેલ લાવ્યા હતા. અને વનવિભાગના અધિકારીને પણ કહ્યું, કે ખેડૂતોને ખોટી હેરાનગતિ ન કરવી, અને જંગલ વિસ્તારમાં રોડ બને તો તેમાં ખોટી કનડગત કરી રોડનું કામ અટકાવવું નહિ. ત્યારે હવે જોવાનું રહ્યું કે જાહેરમાં ઝાટકણી કાઢ્યા છતાં શું આ અધિકારીઓ પોતાનું કામ કરશે ખરા ?

આ પણ વાંચોShankracharya : અમદવાદમાં યોજાયો ગૌ ધ્વજ ભારત યાત્રાનો કાર્યક્રમ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

Read More

Trending Video