Gir Somnath : જૂનાગઢ (Junagadh) સાંસદ રાજેશ ચુડાસમાની (Rajesh Chudasma)ધમકી ભર્યા નિવેદનને લઈને ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. સુત્રાપાડાના (Sutrapada)પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasma) કહ્યુ હતુ કે, રાજેશ ચુડાસમા વિજય થયા બાદ અપાયેલી ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. આ મામલે કોંગી નેતા પુંજા વંશે (Punja Vansh) આક્રમક અંદાજમાં રાજેશ ચુડાસમાને જવાબ આપ્યો છે.
રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદનનો મામલો વધુ વકર્યો
જુનાગઢના સાસંદ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદનનો મામલો વધુ વકર્યો છે. થોડા સમય પહેલા સુત્રાપાડાના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે તેને હું મુકવાનો નથી, ત્યારેઆ મામલે પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ મેદાને આવ્યા છે. અને પૂજા વંશએ ભાજપના સંસાધનોને ખુલ્લી ચેલેન્જ આપી છે.
રાજેશ ચુડાસમાની ધમકી મુદ્દે હવે પૂંજા વંશ ભડક્યાં
સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે હીરાભાઈ જોટવાના ઋણસ્વીકાર અને આભાર વિધિ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનું નિવેદન સામે આવ્યુ છે. પુંજા વંશે કહ્યુ કે, સાંસદ જાહેરમાં ધમકીભરી ભાષામાં બોલ્યા હતા ‘મને જે નડ્યા છે એમને હું છોડીસ નહિ, સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહિ પાર્ટીના પ્રતિનિધિ છે, હિસાબ શેનો ? કેમ કરાય?
પૂંજા વંશે રાજેશ ચુડાસમાને આપી ખુલ્લી ચેલેન્જ
વધુમાં તેમણે ભાજપને સંબોધી કહ્યું ‘કોંગ્રેસને સામે રાખીને કહેતા હોવ તો સાંભળી લેજો, ગીર સોમનાથ જિલ્લામાં હિસાબ કરવો હોય એ કહી દેશો સ્થળ સમય જ્યા હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કયો સામસામે બેસીને હિસાબ કરવા તૈયાર છું , કોણ ક્યાં છે ? એની ખબર પડે’ પગથી માથા સુધી કોણ કયા કેમ છે.. તેનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે, કોંગ્રેસને ધ્યાનમાં રાખીને જો વાત કરી હોય તો, બાકી તમે તમારું જાણો.કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને તેને ધ્યાનમાં રાખીને કોઈ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનાર દિવસોની અંદર અમને પણ પૂરેપૂરો હિસાબ કરતા આવડે છે.
કોંગ્રેસે બાયો ચડાવતા વાક યુદ્ધ વધુ વકરવાની સંભાવના
ઉલ્લેખનીય છે કે, પહેલા તો સાંસદના આ નિવેદનથી ભાજપના કાર્યકરોમાં ડર હતો અને તેમને સાંસદ રાજેશ ચુડાસમાની સામે આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાની સામે કોંગ્રેસે બાયો ચડાવતા વાક યુદ્ધ વધુ વકરવાની સંભાવના છે.
આ પણ વાંચો : Ahmedabad: રથયાત્રા દરમિયાન આટલા ઇમર્જન્સી કેસ નોંધાયા, જાણો વિગતો