Gir Somnath: આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે…જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ

August 7, 2024

Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા કોંગ્રેસમાં (Congress) ફરી એક વાર કકળટ શરુ થયો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે (Karshan Barad) રાજેશ અને વિમલ ચુડાસમા (Rajesh Chudasma) પર બળાપો ઠાલવ્યો છે. આ સાથે તેમના પર મોટા આક્ષેપ પણ લગાવ્યા છે જેથી ફરી એક વાર ગીર સોમનાથ જિલ્લામા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય વિમલ ચૂડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદરખાને ભાજપને મદદ પણ કરે છે. તેમજ જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચૂડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

કરસન બારટે પોતાના જ પક્ષના ધારાસભય પર ઠાલવ્યો બળાપો

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર હીરાભાઈ જોટવાની (Heerabhai Jota) આભાર સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે કોંગ્રેસની હારને લઈને પોતાના જ પક્ષના ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર બળાપો ઠાલવ્યો હતો.  કરશન બારડે કહ્યું કે, જશાભાઈ તો ભાજપમાં ગયા પણ તે કોંગ્રેસમાં હતા ત્યારે પણ ધારાસભ્ય હતા છતા પણ લોકસભામાં ભાજપને મદદ કરતા હતા. અને અત્યારના ધારાસભ્યની બીજી ટર્મ ચાલુ છે છતા પણ આ ગઈ ટર્મમાં પુજા ભાઈ લડતા હતા ત્યારે પણ પ્રેસ કોન્ફર્નસ કરી હતી વખતે કોંગ્રેસને મદદ કરી નથી એટલે મે કોંગ્રેસને કીધુ કે, તમે સ્થાનિક ધારાસભ્યને ટિકિટ આપતા નથી અને બહારના તાલુકાનાને આપો છો. અહીં તેઓ અમારા મતથી જીતે છતા કોંગ્રેસને જરુર પડે ત્યારે ભાગી જાય છે.

 વિમલ ચૂડાસમા પર  કોંગ્રેસ પ્રમુખ કરસન બારટનો આરોપ

વિમલ ભાઈએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ પ્રમુખ કરસન બારટ મારી પાસે આવ્યા હતા અને મને ચોરવાડની જવાબદારી આપી હતી પરંતુ ચોરવાડમાં 14000 નું મતદાન થયું તેમાંથી કોંગ્રેસને માત્ર 1900 મત જ મળ્યાં, કોંગ્રેસની નગરપાલિકા હોય તો પણ આટલા જ મત મળે ? હુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છુ એટલે મારે શક્તિસિંહને સાચી વાત જણાવવી પડે.

વધુમા તેમણે કહ્યુ કે, રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમાં બંન્ને ચોરવાડના છે. વેરાવળમાં ભાજપમાંથી કોઈ ચૂંટણી લડે તો રાજેશ ચુડાસમાં મદદ નથી કરતા અને કોંગ્રેસમાંથી કોઈ ચૂંટણી લડે તો તેને વિમલ ચૂડાસમા મદદ નથી કરતા આનો અર્થ તે થાય છે કે બંન્ને સેટીંગથી ચાલે છે.

ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડના આ નિવેદન બાદ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં વધારે ગરમાવો આવ્યો છે. હવે કરશન બારડના આરોપો પર આ બંન્ને ધારાસભ્યો શું જવાબ આપ છે તે જોવું રહ્યું…

આ પણ વાંચો : Gandhinagar: ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી , શું હવે આંદોલન પુરુ થયું ?

Read More

Trending Video