Geniben Thakor : ગુજરાતમાં અત્યારે હવે ચૂંટણીઓનો દૌર ચાલી રહ્યો છે. હમણાં જ વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓનું મતદાન હજુ હમણાં જ પૂર્ણ થયું છે. ત્યારે હવે આજે ગુજરાતની કુલ 8326 ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન શરૂ ગયું છે. જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 268, મહિસાગરની 96, પંચમહાલની 249 અને વડોદરા જિલ્લાઓની 246 ગ્રામ પંચાયત માટે પણ આજે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 81 લાખ મતદારો સરપંચ અને વોર્ડના સભ્યો માટે મતદાન કરશે. 8326 સરપંચની બેઠકો, 16224 સભ્યોની બેઠકો માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે. 25 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ પોતાના ગામમાં ચૂંટણીના મતદાન માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કર્યું હતું.
Gram Panchayat Election 2025 : ગેનીબેન ઠાકોરે પોતાના ગામમાં કર્યું મતદાન | Nirbhaynews #genibenthakor #congress #viralvideo #grampanchayat #congressgujarat #Banaskantha #Nirbhaynews pic.twitter.com/tQfh28xJi1
— Nirbhaynews (@nirbhaynews1) June 22, 2025
આ પણ વાંચો : Iran Israel War : અમેરિકાના હુમલા બાદ ઈરાન ગુસ્સે ભરાયું છે, ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા